દિયોદર સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા એ કોવીડ સેન્ટરોને ચેક અર્પણ કરી જન્મ દિવસની ઉજવણી કરી

હિન્દ ન્યૂઝ, દિયોદર

કોરોના કાળમાં દિયોદર સરપંચ અને દિયોદર રાજવી ગિરિરાજ સિંહ વાઘેલા પોતાના જન્મદિવસની ઉજવણી દિયોદર ખાતે ચાલતા કોવીડ કેર સેન્ટર ની મુલાકાત લઈ દર્દીઓ ના ખબર અંતર પૂછી કોવીડ સેન્ટરોને ચેક અર્પણ કરી મહામારી મા જન્મદિવસ અનોખી ઉજવણી કરી.

કોરોના કહેર વચ્ચે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દિયોદર આરોગ્ય તંત્ર દ્વારા ખડે પગે રહી કોવીડ દર્દીઓ માટે ઓક્સીજન, દવાઓ સાથે દર્દીઓ કેર સારી લીધી જેનાં કારણે કેટલાય દર્દીઓ ના જીવ બચ્યા છે ત્યારે રેફરલ હોસ્પિટલ ના ડૉક્ટરો ની ટીમ સાથે આરોગ્ય કર્મીઓ દ્વારા સરહાનિય કામગીરી થી પ્રભાવિત થઈ ૧૫ હજાર રૂપિયા નો ચેક અર્પણ કર્યો હતો ત્યારે દિયોદર મા આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવીડ કેર સેન્ટર ની મુલાકાત લઈ કોવીડ સેન્ટર ની કામગીરી થી સાથે દર્દીઓ ની ડૉક્ટરો અને જન સુવિધા કોવીડ કેર ના સંચાલકો અને સેવાકી કાર્યરો ની સેવાઓ થી પ્રભાવિત થઈ દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા ને જન્મ દિવસ પર ૨૫ હજારનો ચેક અર્પણ કર્યો હતો,તો રેફરલ હોસ્પિટલ ના કેમ્પસમાં યુવાઓ દ્વારા કોવીડ સેવાઓ આપી રહેલા યુવાનો ને 2500/-ની રકમ આપી હતી.અને ભારત વિકાસ પરિષદ શાખા માં પણ 5100 હજાર રૂપિયા નું દાન તેમજ યુવક મંડળ માં ચા માટે 2100 રૂપિયા નું દાન પાપી સહયોગ આપ્યો હતો.

મહત્વનુ છે કે દિયોદર ના રાજવી અને દિયોદર સરપંચે પોતાના જન્મ દિવસ પર આદર્શ હાઈસ્કૂલ ખાતે આવેલ કોવીડ કેર સેન્ટર અને દિયોદર રેફરલ હોસ્પિટલ ની કોવીડ દર્દીઓ ની મુલાકાત લઈ દર્દીઓ માટે સેવાઓ આપી રહ્યા ડૉકેટરો અને તેમની ટીમને સાથે કોવીડ કેર સેન્ટર ના સંચાલકો કોરોના ભાગીરથ કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર 

Related posts

Leave a Comment