હિન્દ ન્યૂઝ, દિયોદર
ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે 24 કલાક હંમેશા ખડેપગે રહી દર્દીઓ ને પૂરતી સારવાર આપનાર ડોકટર્સ અને નર્સ ટિમ ની કામગીરી બિરદાવા લાયક છે જે તમામ કોરોના વોરિયર્સ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે લોક ફાળા થી દિયોદર રેફરેલ હોસ્પિટલ જર્જરિત હોવા છતાં તાલુકા ની પ્રજા ને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રેફરેલ હોસ્પિટલમાં કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમય 150 જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત હોવાથી તમામ દર્દીઓ ને સારવાર આપવામાં આવી હતી. જેમાં 100 ઉપરાંત દર્દીઓ એ કોરોના ને હરાવ્યો છે અને ઘરે સાજા થઈ પરત ફર્યા છે. જેમાં આવી પરિસ્થિતિ વચ્ચે દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ અને ડૉ પ્રતીક રાઠોડ તેમજ પંકજ ગુપ્તા સયુક તેમની નર્સ, ટીમ અને 108 એમ્બ્યુલ્સ ની ટિમ પણ કોરોના વોરિયસ તરીકે સેવા આપી તે પણ લોકો એ બિરદાવી છે. જેમાં ગમે તે સમય આ ટીમ ખડે પગે રહી દર્દીઓ ને હિંમત આપે છે અને પૂરતી સારવાર પણ કરે છે જેમાં બ્લોક હેલ્થ ઓફિસરે પણ તમામ ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ડોકટર્સ અને નર્સ તમામ ટીમે કોરોના ની મહામારી વચ્ચે સાચી સેવા આપી
ત્યારે બીજી તરફ દિયોદર રેફરેલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર માં ફરજ બજાવતી નર્સ કોરોના વોરિયર્સ એ પણ દરેક દર્દીઓ ને પૂરતી સારવાર મળે તે માટે પુરા પ્રયત્નો કર્યા છે જેમાં આવી પરિસ્થિતિમાં પણ અહીં દર્દીઓ ને પૂરતી સારવાર મળી છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર