હિન્દ ન્યૂઝ, આણંદ
આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં પોસ્ટ ઓફિસ થી ભાથીજી મંદિર સુધી ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવેલ સી.સી.રોડ પાચ વર્ષની અથાગ મહેનત બાદ બન્યા પછી ફક્ત ગણત્રીના દિવસોમાંજ તૂટી જતા હાડગુડ ગ્રામ પંચાયતની પોલ ખુલી હતી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અમીતભાઈ પટેલને પણ રજુઆતો કરવામાં આવી હતી અને તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે એ સી.સી રોડ કોન્ટ્રાક્ટ દ્રારા પછી કરીયાપવામા આવશે તેવું મોખીકક જણાવેલ તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને આખરે ઘણા
મહિના સુધી ગામના જાગૃત નાગરિકો પંચાયતના તથા તાલુકા પંચાયતના ધક્કા ખાઈને થાકી જય આખરે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાંમાં આવ્યુ.
જેમાં સાંજના શુમારે જાગૃત ગ્રામજનોએ ભેગા થઈ રોડ ની બન્ને સાઈડ મીણબત્તીઓ રાખી RIP ના નારા સાથે તાજા બનેલા રોડની આત્માની શાંતિ માટે સોશિઅલ ડિસ્ટનસિંગ સાથે મીણબત્તીઓ સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ