હિન્દ ન્યૂઝ, વડતાલ
વડતાલ મંદિર દ્વારા નિશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ નિશુલ્ક કોવિડ કેર સેન્ટર બની ગયું છે. આજે અંહિ ૩૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આપણે સહુ જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં ઓકેસીજનની કટોકટી છે. ઓકેસીજનના અભાવમાં સારવાર મુશ્કેલ બેને છે આ હકીકતને ધ્યાનમાં રાખીને વડતાલ મંદિરના વરિષ્ઠ સંત પ.પૂ.સદ.શ્રી ધર્મપ્રસાદદાસજી એવં શા.ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શીકાગો પરલીન મંદિર તરફથી દશ ઓકેસીજન કોન્સેનટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્યકોઠારી શાસ્ત્રી સંતવલ્લભદાસજી, શુકદેવ સ્વામી, ગોકુલધામ નાર, લાલજી ભગત – જ્ઞાનબાગ , શ્યામ સ્વામી, ટ્રસ્ટી સભ્યઓ પ્રદીપભાઈ બારોટ , શંભુભાઈ કાછડીયા ; કાતિભાઈ રાખોલીયા અને તેજસભાઈ પીપળાવ વિગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ