બિહારના છપરામાં 32 યુવાઓને રાષ્ટ્રીય પ્રેરણા દૂત થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, સુઈગામ

                ગુજરાતના ત્રણ યુવાનોની પસંદગી થઇ હતી જેમાં બનાસકાંઠાના વાવ તાલુકાના ભાખરી ગામના સામાભાઈ સેગલ નો પણ સમાવેશ થયો. દર વર્ષની જેમ આ વર્ષે પણ બિહારના છપરા જિલ્લામાં Face Of Future India દ્વારા ” National Youth Exchange Programme તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૨ થી ૩ ફેબ્રઆરી ૨૦૨૨ સુધી યોજાયો. ૩ ફેબ્રુઆરીના રોજ દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદ થયેલા ૩૨ પ્રેરણાસ્રોત યુવા સામાજિક, શૈક્ષણિક કાર્યકર્તાને વિશેષરૂપે રાષ્ટ્રિય પ્રેરણા દૂત પુરસ્કારથી ભવ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં રહીને નિઃ સ્વાર્થ ભાવે માનવતાના કાર્યો થકી યુવાઓએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી. આ પુરસ્કાર વૃક્ષારોપણ, રક્તદાન, ફ્રી શિક્ષણ, અંધશ્રદ્ધા નિવારણ, સ્વછતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ, વ્યસનમુક્તિ, યોજના જાગૃતિ, આરોગ્ય જાગૃતિ,વગેરે જેવી સમાજ સેવાની તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વિજેતાઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં લઘુ ભારતનો ખૂબ સુંદર નજારો જોવા મળ્યો હતો. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, પશ્ચિમ બંગાળ,જમ્મુ, કાશ્મીર, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, સિક્કિમ જેવા અનેક રાજ્યોના યુવાઓએ પોતાની સંસ્કૃતિ અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને અદ્ભુત રીતે લઘુ ભારતને ખૂબ જ નજીકથી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગુજરાતમાંથી ૩ યુવાઓની પસંદગી થઈ હતી. જેમાં ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર જી. ડી.મોદી કોલેજ ઑફ આર્ટ્સ,પાલનપુર બનાસકાંઠા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં સરસ્વતી આર્ટ્સ કોલેજ, ખાનપુર થરાદના આસિસ્ટન્ટ પ્રોફેસર સામાભાઈ ગણેશભાઈ સેંગલ, ભાખરી તા. વાવ , રાજકોટથી વંદન ભાઈ કળથીયા, સુરતથી કુંદન ઝા ને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય યુવાઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને અને પુરસ્કાર મેળવનાર નિર્ભયા કાંડ ના દોષીઓને ફાંસી અપાવનાર સુપ્રીમ કોર્ટની સુપ્રસિદ્ધ વકીલ શ્રીમતી સીમા સમૃદ્ધિ કુશવાહા, પ્રમુખ મંટુ કુમાર યાદવ અને વિશેષ આમંત્રિત મહેમાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતમાંથી રાષ્ટ્રપતિ પુરસ્કર્તા અને સ્પીકર હરચંદભાઈ એસ.ચૌહાણ પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને માર્ગદર્શન પૂરું પાડનાર હજારો યુવાઓના પ્રેરણારૂપ આદરણીય હરચંદભાઈ એસ.ચૌહાણ તથા માતા પિતા, પરિવાર સૌ કોઈ મિત્રો, વડીલોઓ નો દિલથી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment