બનાસકાંઠા જીલ્લાના વાવ અને તિર્થધામ તાલુકાના ભાચલી ગામના વતની BSF મા નિષ્ઠાપૂર્વક સેવા બજાવી વય નિવૃત થઇ માદરે વતન પધારતા ગ્રામજનોએ ઉમયળકાભેર સ્વાગત 

હિન્દ ન્યુઝ, વાવ

        માદરે વતન ધનજીભાઈ ધુડાભાઈ પંડ્યા રાઠોડ ગુણવંતભાઈ નાગજીભાઈ બંને BSF જવાન થરાદ ચાર રસ્તા તુલસી હોટેલ થી રેલી કાઢી હતી. પ્રથમ બંને BSF નિવૃત જવાનોએ થરાદ રેફરલ સોમે હાઈવે પર સ્થાપિત ભારતીય સંવિધાન શિલ્પિકાર ડો.બાબા આંબેડકર ના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવીને પછી માદરે વતન તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા માનવ મહેરામણ એ BSF મા ફરજ બજાવતા પુરી કરી ને ગામ ભાચલી ધનજીભાઈ ધુડાભાઈ પંડ્યા અને તિથગામ ગામ ના રાઠોડ ગુણવંતભાઈ નાગજીભાઈ BSF જવાન માદરે વતન પધાર્યા બંને નિવ્રૃત BSF જવાનોનું હર્ષ ઉલ્લાસ થી ધામ ધુમ થી ડીજે ના તાલે ઢોલ નગારાના તાલે નાચતા ગાતા ઝૂમતા અબીલ ગુલાલ ની છોળો ઉડાડી સામૈયા કરી અને કુમ કુમ તિલક કરી ફુલ હાર પહેરાવી ભવ્યતિભવ્ય સ્વાગત કરવામા આવ્યુ.

આજના માદરે વતન પધારતા BSF વય નિવૃત જવાનોના સન્માન સમારોહ કાર્યક્રમમા મુખ્ય મહેમાન પદે ગુમાનસિંહજી ચોહાણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને કોંગ્રેસ પક્ષ વાવ સુઈગામ વિધાનસભા ના ધારાસભ્ય મતિ ગેનીબેન ઠાકોર પધાર્યા હતા. આજના સન્માન સમારોહ કાર્યક્રમમા તિર્થ ગામના અને ભાચલી તમામ સમાજના ગ્રામજનો યુવાનો વડીલો રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બંને નિવ્રૃત BSF જવાનોના પરિવારજનો માં તેમજ બંને ગામોમાં ખુશીની લહેર છવાઈ હતી.

રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment