પ્રભાસ પાટણ ખાતે પાક નિષ્ફળ જવાથી તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવા અપીલ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જીલ્લાનાં વેરાવળ તાલુકામાં પ્રભાસ પાટણ ગામે અંદાજે 2000 થી વધારે ખાતેદાર જમીન ધરાવે છે. આ વિસ્તારમાં મોટા ભાગે મગફળી, સોયાબીન, શાકભાજી તથા અન્ય વાવેતર આ ઋતુમાં થયેલ હતું. સતત પડી રહેલ વરસાદનાં કારણે આ પાક સંપૂર્ણ નિષ્ફળ થયેલ અને હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળે છે. જેથી તા. 14/9/2020 નાં રોજ પાક નિષ્ફળ નાં સર્વે માટે આ વિસ્તારમાં ખેતીવાડી શાખાના અધિકારીઓ નિરવ બી. ગોસ્વામી, શ્રીમતી હષાૅબેન જે વાળા આવેલ હતાં. આ સર્વે ટીમના અધિકારીઓ નું કહેવાનું હતું કે જે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અથવા સુકાઈ ગયેલ છે તેનું જ સર્વે અમારે કરવાનું છે. જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ ન હોય તથા ઉપરથી મગફળી, સોયાબીન વિગેરે પાકો લીલાં હોય તેનો અમે સર્વે નાં કરી શકીએ અને તેમને વળતર પણ ના મળે. જે ખેડૂતો માટે ખરેખર ચિંતાનો વિષય છે. અતિશય વર્ષાદ પડવાથી ખેતરોમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ જતાં 70% થી પણ વધારે ખેડૂતોને નુકસાન થયું છે અને 30% જેટલું ઉત્પાદન પણ નબળી ગુણવત્તાવાળું થશે. હાલની પરિસ્થિતિ જોતાં સતત વરસાદ ચાલુ રહેતા પાણી ભરાવાના કારણે પશુઓ માટે ઘાસચારો પણ નિષ્ફળ રહ્યો છે. વધુમાં પ્રભાસ પાટણ ગામે V. C. E. સેન્ટર ન હોવાથી આસ પાસ નાં ખેડુતો ને ઓનલાઇન ફોર્મ ભરવા ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. જેથી ખેડુતો સરકાર દ્વારા આપવામાં આવતા લાભથી વંચિત રહી જાય છે, ત્યારે પ્રભાસ પાટણ ગામમાં ખેડૂતો માટે V. C. E. સેન્ટરની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. આમ, તમામ ખેડુતોને વરસાદનાં કારણે જે નુકસાન થયું છે, તેનું સંવેદનશીલ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર મળી રહે તથા પ્રભાસ ને ધ્યાને લઈ ખેડૂતોનાં હિતમાં તમામને યોગ્ય વળતર મળી રહે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ને તાત્કાલિક તમામ ખેડુતોનું સર્વે કરવા બાહેંધરી આપેલ.

રિપોર્ટર : તુલસી ચાવડા ગીર સોમનાથ

Related posts

Leave a Comment