હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર દેશમાં અત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર‘ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોંચીને ગામ લોકોને સમસ્યાઓને સાંભળી તેના નિરાકરણની દિશામાં કાર્ય કરવાના છે.
જે અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગામ લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી પહેલી હકારાત્મક પહેલોની જાણકારી આપીને સંબંધિત પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે તેઓ વિશ્વાસ ઉપસ્થિત ગ્રામજનોને અપાવ્યો હતો.
સૂત્રાપાડા તાલુકાનું ટીંબડી ગામે આયોજિત ગામ સભામાં ગામના નાગરિકોએ ગૌચરના દબાણો, બસ સ્ટેન્ડ આસપાસના દબાણો,જિલ્લા આયોજન હેઠળના કામો ત્વરિત કરવા માટેની રજૂઆતો કરી હતી.
જિલ્લા કલેક્ટરએ આ રજૂઆતોનું સત્વરે નિરાકરણ આવશે તેમ જણાવી ગ્રામજનોને રિ-સર્વે, પ્રમોલગેશનની કામગીરી ૧૦૦ ટકા પૂરી કરવા હકારાત્મક અભિગમ કેળવવા સમજૂતી આપી હતી.
કલેકટરએ રિ-સર્વે બાબતે ગ્રામજનોના વાંધાઓ તથા ગામમાં પડતી મુશ્કેલીઓ બાબત અંગે વાંધાઓ શાંતિપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને તાકીદે તેનો હકારાત્મક નિકાલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ ગ્રામ સભામાં જિલ્લાના સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.