દિયોદર,
દિયોદર ખાતે આવેલ રાજમાતા ક્રિષ્ના કુવર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના કુવરબા સ્કૂલ ઓફ સાયન્સ (ધોરણ 11-12 સાયન્સ) ના પ્રમુખ પ્રવિણસિંહ જી. વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન શાળાના પ્રિન્સિપાલ શૈલેષભાઈ પઢીયાર કર્યું હતું. જેમાં covid-19 ની મહામારી ને લીધે ચાલી રહેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ને ધોરણ 11 તેમજ 12 માં ભણતા દરેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક 10,000 રૂપિયા માફ કરવાનું નક્કી કર્યું છે. જોકે કુલ 12,00,000/- જેટલી માતબર રકમની ફી માફી કરવાનું નક્કી કર્યું છે. તેમજ હાલની પરિસ્થિતિમાં શાળામાં વિદ્યાર્થીઓ ને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને આ દરમિયાન શાળા માં રહેલા દરેક સ્ટાફ ની સંપૂર્ણ પગાર પણ આવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવી કટોકટીની પરિસ્થિતિ માં પ્રવિણસિંહ વાઘેલા વિદ્યાર્થી ઓ ના વાલીઓ અને શિક્ષકો ના હિત માં નિર્ણય લઇ માનવતા મહેકાવી છે. અને ફી માટે દબાણ કરતી અને શિક્ષકોના પગારમાં કાપ મુકતી શાળા ઓ માટે એક ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડી છે
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
