રાજ્ય સરકારના સેવા સેતુ કેમ્પમાં માત્ર ૩૦ મિનીટમાં મારૂ આધારકાર્ડ અપડેશન થયું: લાભાર્થી મોનિકાબેન કળસરિયા

હિન્દ ન્યુઝ, સુરત

    રાજ્ય સરકારનો સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોને ઘરઆંગણે ૫૫ જેટલી વિવિધ સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ પૂરી પાડી રહ્યો છે. સુરત શહેરના કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં પોતાનું આધારકાર્ડ અપડેશન સરળતાથી થઈ જતા કતારગામના રહેવાસી મોનિકાબેન કળસરિયા સેવાસેતુની ઝડપી સેવાથી પ્રભાવિત થયા હતા અને સરકાર અને મનપા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. 

             મોનિકાબેને જણાવ્યું કે, અમારા વિસ્તારમાં સેવા સેતુ યોજાવાનો છે એવી જાણકારી મળતા આધારકાર્ડ અપડેશનના કાર્ય માટે સેવા સેતુ કેમ્પની મુલાકાત લીધી હતી. અહીં આધારકાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે અલગ અલગ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. ઘરકામમાં વ્યસ્ત રહેતી હોવાથી મારા આધારકાર્ડમાં બાયોમેટ્રિક અને ફોટો અપડેશનનું કામ ઠેલાતું જતું હતું, ઉપરાંત, સરકારી સેવાઓનો લાભ મેળવવા આધાર અપડેટ કરાવવું જરૂરી હતું. સેવા સેતુ કેમ્પના માધ્યમથી મારા આધારકાર્ડમાં આધારકાર્ડમાં વિવિધ બાયોમેટ્રિક અપડેશન સાથે ફોટોગ્રાફ અપડેશનની કામગીરી વિના વિલંબે માત્ર ૩૦ મિનીટમાં પૂર્ણ થઈ હતી. મને આધારકાર્ડ અપડેશનની સ્લીપ સ્થળ ઉપર આપવામાં આવી હતી. 

         એક જ જગ્યાએ મનપા અને સરકારની વિવિધ સેવાઓના કાઉન્ટર જોઈને મોનિકાબેને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, સેવા સેતુ જેવા જનહિતલક્ષી કાર્યક્રમો રાજ્યના નાગરિકો માટે આર્શીવાદરૂપ બન્યા છે. સેવા સેતુના માધ્યમથી એક કરતાં વધારે સરકારી કામો એક જ સ્થળે શક્ય બન્યા છે. આમ લોકોને અલગ અલગ ઓફિસની મુલાકાત લેવામાંથી છૂટકારો મળે છે એમ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


Related posts

Leave a Comment