ધરમપોર-ઉશ્કેર-મુંજલાવ-બૌધાન રોડ ઉપરના વિવિધ ચેઈનજ હેઠળ બ્રિજની કામગીરીને પગલે નિવાસી અધિક કલેક્ટરનું રોડ ડાયવર્ઝનનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, સુરત

    ધરમપોર-ઉશ્કેર-મુંજલાવ-બૌધાન રોડ કિ.મી.૦/૦ થી ૬/૮ રસ્તા ઉપર આવેલ ચેઈનજ ૦/૩૬૪, ૧/૨૩૦, ૪/૨૫૫ તથા ૬/૩૯૪ પર PMGSY-III હેઠળ બ્રિજની કામગીરી કરવાની હોય રોડ સેફટી કાયદો અને જાહેર વ્યવસ્થા ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામા થકી ઉશ્કેર- બૌધાનથી જતાં/આવતા તમામ પ્રકારના વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકી દૈનિક અવરજવર માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો છે. જે અનુસાર ઉશ્કેરથી મુંજલાવ જવા-આવતા વાહનોએ કીમ-માંડવી એસ.એચ.રોડથી કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ(જમણી બાજુ) ચે.૩૯/૦૨૪ થી ૪૧/૧૧૧ થઈ તડકેશ્વર કેનાલથી મુંજલાવ રોંડ(કી.મી.૦/૦ થી ૨/૦ ) પર થઈ મુંજલાવ આવવું/જવું. ઉશ્કેરથી બૌધાન જતા-આવતા વાહનોએ કીમ-માંડવી એસ.એચ.રોડ થઈને વડોદ નૌગામા રોડ(કી. મી. ૦/૦ થી ૫/૮) બૌધાન આવવું. તેમજ બૌધાન થી મુંજલાવ જવા-આવતા વાહનોએ બૌધાન વડોદ નૌગામા રોડ ( કી. મી. 0/0 થી ૫/૮) થઈ ક્રીમ-માંડવી એસ. એચ. રોડ થઈ કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ(જમણી બાજુ) ચે. ૩૯/૦૨૪ થી ૪૧/૧૧૧ થઈ તડકેશ્વર કેનાલથી મુંજલાવ રોડ( કી. મી. ૦/૦ થી ૨/૦ ) પર થઈ મુંજલાવ આવવું/જવું.આ જાહેરનામું તા.૩૦/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.


Related posts

Leave a Comment