હિન્દ ન્યુઝ, આણંદ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલ કુમાર પ્રાથમિક શાળાના આનુષાંગિક સુવિધાઓ સાથેના નવનિર્મિત ૧૪ વર્ગખંડોનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ઉપસ્થિત સર્વેને માનવ જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતુ કે, જીવનની પ્રગતિનું સાચુ મધ્યમ શિક્ષણ છે. જેને ધ્યાને લઈ રાજય સરકાર ગુજરાતનું પ્રત્યેક બાળક ભણે, આગળ વધે તે માટે શિક્ષણક્ષેત્રે અનેક નવી યોજનાઓ કાર્યાન્વીત કરી, શાળાઓમાં ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવીને વિદ્યાધામોને સુવિધાસભર બનાવ્યા છે. રાજય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલ આમુલ…
Read MoreDay: December 13, 2024
વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહન (મીડિયમ તથા હેવી ગુડ્ઝ વ્હીકલ) વ્યવહાર પસાર કરવા પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વેરાવળ શહેર વિસ્તારમાં સોમનાથ-વેરાવળ રેલવે લાઈન અને વેરાવળ-જૂનાગઢ રેલવે લાઈન ખાતે રેલવે ઓવરબ્રીજની કામગીરી કરવા માટે આ રૂટ પરનો ટ્રાફિક વૈકલ્પિક રૂટ વેરાવળ બંદર રોડ અને હરસિદ્ધિ સોસાયટીમાંથી ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું ૩૧/૧૨/૨૦૨૪ સુધી બહાર પાડવામાં આવેલું છે. પરંતુ, વેરાવળ બંદરની હદમાં આવેલ રોડ પરના તમામ પુલ ખૂબ જ જર્જરીત હાલતમાં હોવાથી ભવિષ્યમાં અકસ્માતની…
Read Moreવેરાવળ તાલુકાનાં બીજ ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ તાલુકાના બીજ ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. ગ્રામ સભામાં તલાટી સોનલબહેન દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા વિવિધ યોજનાઓની તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી, તલાટી સોનલબેન, સરપંચ, ઉપસરપંચ, શાળાના આચાર્ય શ્રી નિમાવતભાઈ,…
Read Moreડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે આહવાની આશ્રમ શાળા ખાતે થી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર” યોજનાનો શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, સુરત શિક્ષણ વિભાગ, ગાંધીનગરના તા.૩૦/૧૧/૨૦૨૪ના ઠરાવથી રાજય સરકાર દ્વારા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર” યોજના હેઠળ સરકારી અને ગ્રાંટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટીકાથી ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનાના બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં આશ્રમ શાળા આહવા ખાતે તારીખ ૧૧ ડિસેમ્બરના રોજ કલેકટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ યોજનાના શુભારંભ કરાવ્યો હતો. જ્યારે મામલતદાર, પી.એમ.પોષણ યોજના, ડાંગનાઓ દ્વારા પ્રાથમિક શાળા-મહાલપાડા, મામલતદાર-વઘઈ દ્વારા વઘઈ તાલુકા શાળા ખાતે, મામલતદાર-સુબીર દ્વારા પ્રાથમિક શાળા-કાંગર્યામાળ ખાતે અને મામલતદાર-આહવા દ્વારા પ્રાથમિક શાળા-કોટબા ખાતે હાજર રહી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર”…
Read Moreસુરત ૧૦૮ ઈમરજન્સી સેવા માનવ જીવન માટે બની જીવન સંજીવની
હિન્દ ન્યુઝ, સુરત રાજ્યમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા ૧૦૮ ઈમરજન્સી સેવા માનવ જીવન માટે જીવાદોરી બની છે. ઓલપાડ તાલુકાના કંણભી પારડી ગામની છ માસની સગર્ભા મહિલાને સાપે ડંખ માર્યો હોવાની માહિતી મળતા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર અર્થે પહોચીને મહિલાને હોસ્પિટલ પહોંચાડીને એક સાથે બે જીદગીને ઉગારી છે. સુરતની ૧૦૮ સેવાના જિલ્લા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ટેરીટરી ઇન્ચાર્જ અજયે જણાવ્યું હતું કે, ગત રાત્રે રાંદેર ૧૦૮ની ટીમને ઓલપાડ તાલુકાના કંણભી પારડી ગામ ખાતે એક મહિલાને સ્નેક બાઈટ થયાનો કોલ મળ્યો હતો. કોલ મુજબ રાંદેર ૧૦૮ ટીમ ગણતરીની મિનિટોમાં જ…
Read Moreજિલ્લામાં“સાંસ”કેમ્પેઈનનો પ્રારંભ કરાવતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વહેલી તકે ન્યૂમોનિયાના લક્ષણો ઓળખીને સારવાર આપવાથી બાળમૃત્યુ દર અટકાવી શકાય છે. “સાંસ”કેમ્પેઇનનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યૂમોનિયા દ્વારા બાળમૃત્યુ દર અટકાવવાનો છે.“સાંસ”કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્લાન ઈન્ડિયા દ્વારા અમલિત સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-૫ પ્રોજેક્ટ સાથે મળી આ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આ ઝૂંબેશના ભાગરૂપે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના વરદ્હસ્તે માતાઓ અને બાળકો માટે“સાંસ” કેમ્પેઈનના આઈ.ઈ.સીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પેઈન અંતર્ગત ન્યૂમોનિયાથી બચવા માટે શું ધ્યાન રાખવુ જોઇએ? ન્યૂમોનિયા થાય તો પ્રાથમિક સારવાર…
Read Moreનારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ-ચીખલીની ઉમદા કામગીરી
હિન્દ ન્યુઝ, નવસારી નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા બે વર્ષથી ઘરથી ભૂલી પડેલી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ અને મૂક મહિલાનું પરિવાર સાથે મિલન કરાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. આજથી બે વર્ષ પહેલા નવસારી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશરે ૩૫ વર્ષીય પરિણીતાને આ નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા. આશ્રિત મહિલા મનોદિવ્યાંગ અને મૂક હોવાથી તેમના પરિવાર વિશે જાણકારી મેળવવી અઘરી હતી. આમ છતાં, નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી આશ્રિત બહેનના પરિવારની શોધખોળ આરંભવામાં આવી હતી. અથાગ મહેનત પછી આશ્રિત બહેનના કૌટુંબિક મિત્ર સાથે ટેલિફોનિક સંપર્ક થતા તેમના…
Read Moreઆઈ.સી.એ.આર.- ન્યુ દિલ્હીના વૈજ્ઞાનિક દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે
હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લાના દેડિયાપાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આઈ.સી.એ.આર. દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. તા.12/12/2024ને ગુરૂવારના રોજ આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિક ડૉ.પી.એસ.બ્રામ્હણે, સી.એફ.મુંબઈ દ્વારા કે.વી.કે દેડીયાપાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ નિદર્શન એકમો – નેચરલ ફાર્મિંગ યુનિટ, એઝોલા, મત્સ્યપાલન, બકરા સંવર્ધન એકમ, મિશ્ર ફળપાક બગીચો, પોષણ વાટિકા, ફાર્મ પોન્ડ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરેની મુલાકાત લઈ કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ઈન્સટ્રકશનલ ફાર્મ તેમજ મિલેટ પ્રોસેસિંગનું પણ નિદર્શન નિહાળ્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન કે.વી.કે. દેડિયાપાડાના વડા…
Read Moreજામનગર જિલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અનુસંધાને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સબંધિત પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાના પ્રભારીમંત્રી અને કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે પદાધીકારીઓ, લગત અધિકારીઓ અને ચીફ ઓફિસરો સાથે બેઠક યોજી હતી. જેમાં જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે મંત્રીએ વિગતો મેળવી હતી. મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શહેરોની સમકક્ષ નગરપાલિકાઓમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત કાર્યરત છે. મંત્રીએ નગરપાલિકાઓમાં ઉભી કરાયેલ ભૌતિક…
Read Moreઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે આવી જામનગર ૧૮૧ અભયમની ટીમ
હિન્દ ન્યુઝ, જામનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની મદદ માટે ૨૪*૭ કલાક કાર્યરત છે.એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ જામનગરને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે એક અજાણી મહિલા અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયેલ છે અને રસ્તા પર એકલી મળી આવી છે. આ મહિલાને મદદ અને સુરક્ષિત આશ્રયની જરૂર હોય તેવું જણાય છે. આ અંગે જાણકારી મળતા જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સિલર કોમલ વિષ્ણુસ્વામી, મહિલા પોલીસ ASI તારાબેન ચૌહાણ અને પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને પીડિતાનું રેસ્ક્યુ કર્યા…
Read More