હિન્દ ન્યુઝ, જામનગર જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુંગાર હેઠળ આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર ધુંવાવ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને વિસ્તારની બહેનો માટે આરોગ્ય તપાસ તેમજ સરકારની વિવિધ યોજના વિષે લઘુશિબિર યોજવામાં આવી હતી. આ લઘુશિબિરમાં સગર્ભાઓને જોખમી સગર્ભાના ચિન્હો વિશે તેમજ આયર્ન કેલ્શયમ ગોળી વિષે ,ઓછા હિમોગ્લોબીન વાળી સગર્ભાને આયર્ન સુક્રોઝ સારવાર માટે, ટીટી રસી વિષે તેમજ ધાત્રી બહેનોને બાળકને ફરજીયાત ૬ માસ માતાનું ધાવણ આપવા અંગે, ઓછા વજન વાળા બાળકને કાંગારું કેર પદ્ધતિ વિષે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર પર તમામ રોગ સામે…
Read MoreDay: December 9, 2024
ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૬૭૫૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર મેડમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને RCHOના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા અને તમામ PHC તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર અને તમામ પોલિયો બુથના તમામ કર્મચારીઓ પોલીયો ઝૂંબેશમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યાં છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૬૭૫૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કર્યા છે. અધિકારીની સૂચનાથી બાળકોને સ્માઈલી બોલ, ચોકલેટ વગેરે વસ્તુ આપવામાં આવી હતી. આ રીતે ગીર સોમનાથ જિલ્લામાં સુપરવાઇઝર તેમજ કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉત્તમ કામગીરી દાખવવામાં આવી હતી.
Read Moreવેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લેનાર ઉજ્જૈનની મહિલાનું પરિવાર સાથે મિલન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વેરાવળ ખાતે રાજેન્દ્ર ભુવન રોડ પર સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે. આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે પાંચ પ્રકારની સેવા આપવામાં આવે છે. જેમાં કાયદાકીય, તબીબી, પોલીસ, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ, હંગામી ધોરણે આશ્રયનો સમાવેશ થાય છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા રેલવે સ્ટેશન પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને બચાવી આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતા. સેન્ટરમાં જ્યારે…
Read Moreપ્રાકૃતિક ખેતી કરી આવકમાં વધારો કરતા જશાધારના ખેડૂત રમેશભાઇ હરણિયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તાલાલા તાલુકાના જશાધાર ગામના ખેડૂત રમેશભાઇ હરિભાઇ હરણિયાએ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આંબા સાથેના વિવિધ પાકોનું મિશ્ર પાકોનું વાવેતર કરી સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યાં છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનમાં સુધારો થયો છે, પાકની ગુણવતા સુધરી છે, માટી મુલાયમ બની અને જમીનમાં અળસિયા વધવાથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબિરમાં માસ્ટર ટ્રેનરની તાલીમ લીધા પછી રમેશભાઈએ ૧૦૦% પ્રાકૃતિક કૃષિમાં ઝંપલાવ્યું હતું. તેઓ પ્રાકૃતિક ખેતીમાં કેસર આંબા, સરગવા, પપૈયાં, મગફળી, તુવેર, જુવાર, ચણા, મકાઇ, શાકભાજી…
Read Moreભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ-બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ભાવનગર ખાતે મીડિયા કર્મીઓ માટે જિલ્લા માહિતી કચેરી ભાવનગર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ભવન ખાતે…
Read Moreભાવનગરમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના પ્રથમ ઓવરબ્રિજના એક બાજુના ભાગને ખુલ્લો મુકતાં ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયરશ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં રૂ.૧૧૫.૫૯ કરોડના ખર્ચે નવ નિર્માણ થનાર પ્રથમ તબક્કામાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો એક બાજુનો ભાગ પૂર્ણ થતાં બ્રિજને ખુલ્લો મુક્યો હતો. ભાવનગરના પ્રથમ ફ્લાય ઓવર બ્રિજને ખુલ્લો મુકતાં ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશની સાથે ગુજરાતે અનેકવિધ ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે ભાવનગર જિલ્લાએ વિવિધ ક્ષેત્રોની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે એમ જણાવી તેમણે આ બ્રિજ…
Read Moreભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહની કામગીરી માટે ૭૫ જેટલા અમૃત સરોવર બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે ૮૫ જેટલા અમૃત સરોવર બનાવીને આણંદ જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, સાથો-સાથ ભૂગર્ભ જળ, પશુઓના પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા જેવી અનેક જળ વ્યવસ્થાપનની કામગીરીને ધ્યાને લઈ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના રાજ્યમંત્રી રાજ ભૂષણ ચૌધરીના હસ્તે આ વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪…
Read Moreતા.૧૦ મી ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર અને જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના રોજગાર મેળવતા ઉમેદવારોના લાભાર્થે આજે તા. ૧૦ મી ડિસેમ્બરના મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે નલીની આર્ટસ કોલેજ સામે, યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે. આ રોજગાર ભરતી મેળામાં બી.કોમ. અને એમ. કોમ. કક્ષાના ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પણ કરી શકશે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબ ફેર આઇડી JF૨૨૫૦૫૧૩૪૮ છે. ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને બાયોડેટા સાથે…
Read Moreજિલ્લા કલેકટરએ ડી ઝેડ હાઈસ્કૂલ ખાતેથી મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલનો શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ વિદ્યાનગર સ્થિત ડી ઝેડ હાઈસ્કૂલ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલ યોજાયો હતો. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી આ ફેસ્ટીવલનો શુભારંભ કરવા જણાવ્યું હતું કે, જિલ્લાની મહિલાઓ દ્વારા હસ્તકળાની તથા હુન્નરના લગતી ચીજવસ્તુઓના ૫૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તા.૧૫ ડિસેમ્બર સુધી ચાલનાર આ ફેસ્ટીવલ અંતર્ગત મહિલાઓને સ્વાવલંબનની દિશામાં આગળ વધે તે માટે જિલ્લાના નાગરિકોને યથાશક્તિ ખરીદી કરવા જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ મહિલાઓ દ્વારા સંચાલિત…
Read Moreવલસાડની હરિયા પીએચસીમાં રૂ. ૭૬ લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ તાલુકાના હરિયા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાપીના અંભેટી ખાતે સ્થિત પાવરગ્રીડ કંપની દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીટીલી) કાર્યક્રમ હેઠળ રૂ. ૭૬ લાખ ૨૨ હજાર ૬૭૫ના મેડિકલના સાધનો જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સમારંભમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાધનો મળતા હરિયા અને આસપાસના ગામના દર્દીઓને વધુ સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રંસગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે. પી. પટેલે વાપીની પાવર ગ્રીડ કંપનીના કાર્યને બિરદાવી જણાવ્યું કે, આધુનિક સુવિધા સજ્જ આ મેડિકલ ઈક્વીપમેન્ટ આસપાસના ગામના હજારો લોકોને આરોગ્યની…
Read More