હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકારના દ્વારા પીએમ કિસાન યોજનામાં પાત્રતા ધરાવતા ખેડુતો માટે સેલ્ફ રજિસ્ટ્રેશનની અરજી કરવા માટે તા.૦૧/૦૧/૨૦૨૫થી અમલમાં ફાર્મર આઇડી અનિવાર્ય કરવામાં આવનાર છે. પીએમ, કિસાન યોજનામાં નવા અરજદારો માટે પહેલેથી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. સેલ્ફ રજિસ્ટ્રેશન કરતી વખતે એપ્લિકેશન ફોર્મમાં ફાર્મર આઇડીની વિગતો આપવી આવશ્યક છે. રાજ્યના તમામ પાત્ર ખેડુતોએ યોજનાના આગામી ૧૯મા હપ્તાનો લાભ મેળવવા માટે તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવી અને નવા અરજદારો માટે PM-KISAN પોર્ટલ પર અરજી કરતા પહેલાં ફાર્મર આઇડી મેળવવી જરૂરી છે જેથી સુરત જિલ્લાના તમામ ખેડુતોએ…
Read MoreDay: December 23, 2024
વિદેશમાં ફળ-શાકભાજીના પાકોની નિકાસ કરતા ખેડુતોએ ફાર્મનું રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના ખેડુતોએ જો વિદેશમાં નિકાસ કરવામાં આવતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. જે અંતર્ગત બાગાયત ખાતા દ્વારા વિદેશમાં નિકાસ થતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મનું રજીસ્ટ્રેશન કરી તે અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેમાં રસ ધરાવતા અરજદારોએ રજીસ્ટ્રેશનનાં ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે તાજેતરની ૮-અ અને ૭-૧૨ ની નકલ, આધાર કાર્ડની નકલ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે સુરતની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ (ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮) ખાતે સંપર્ક સાધવા સુરતના નાયબ…
Read Moreપ્રાકૃતિક કૃષિની જ્ઞાનપ્રાપ્તિ માટે કલકવા શાળાના વિદ્યાર્થીઓની મહુવાના વડીયા પ્રાકૃતિક કૃષિ મોડેલની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, સુરત આજના યુગમાં ઝેરમુક્ત કૃષિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળી રહે તે માટે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા કલકવા ગામની પ્રાથમિક શાળાના ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ આચાર્ય ગીરીશભાઈ ચૌધરી અને શિક્ષકગણ સાથે મહુવા તાલુકાના વડીયા ગામ સ્થિત જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી.
Read More૨૫ મી ડીસેમ્બર ૨૦૨૪ના સુશાસન દિવસથી
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જીલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રીકસની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જીલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીનો નિર્ધાર સ્વાગત મોબાઇલ એપમાં નાગરિકો પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફરિયાદ આપી શકશે- સ્ટેટસ જાણી શકશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નાગરિકોની ફરીયાદોના પારદર્શી અને ઝડપી નિવારણ…
Read Moreરાજસ્થાનની માનસિક બીમાર દિકરીનું પિતા સાથે મિલન કરાવતુ નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા જિલ્લામાં નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર દ્વારા એક માનસિક બીમાર દીકરીનું પિતા સાથે મિલન કરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. વિગત એવી છે કેનારી સંરક્ષણ કેન્દ્ર હિમતનગર સાબરકાંઠા ખાતે બે માસ અગાઉ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્વારા તા એક માનસિક બીમાર મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. અજાણી મહિલાની માનસિક બીમારીની સારવાર કરીને મેનેજરશ્રી દ્વારા કાઉન્સેલિંગ કરતા બેનનો પરિવાર રાજસ્થાનના ઉદયપુર તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું. ગામની વિગત જાણતા જ ગામનાં સરપંચશ્રીને ટેલીફોન દ્વારા માહિતી મોકલતા બેનના પરિવારનો સંપર્ક કર્યો હતો. પોતાની દીકરીની જાણ થતા જ…
Read Moreસાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર ડૉ.રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ-“પ્રશાસન ગાંવ કી ઔર” નિમિત્તે વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં “પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહ નિમિત્તે કલેક્ટર ડૉ. રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સ્તરીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં કલેક્ટર ડૉ.રતન કંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ સારા શાસન દ્વારા લોકોની ફરિયાદોનો હકારાત્મક નિકાલ લાવવો તેમજ સરકાર અને વહીવટી તંત્રની કામગીરીથી લોકોને સંતોષ મળે તેવો છે. ગુડ ગવર્નન્સ માટે પારદર્શક વહીવટ અને લોકો પ્રત્યે સંવેદનશીલતા આવશ્યક છે. લોકોના દરેક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવો એ આપણી ફરજ છે. સામાન્ય લોકો પોતાના…
Read Moreसुशासन सप्ताह के तहत प्रशासन-गॉव की ओर कार्यक्रम का झोलावाड़ी पंचायत में हुआ सफल आयोजन
हिन्द न्यूज़, दीव संघ प्रदेश दादरा एवं नगर हवेली और दमण एवं दीव के माननीय प्रशासक प्रफुल पटेल की जनहितकारी सोच एवं सक्षम मार्गदर्शन में सुशासन सप्ताह , 2024 के अंतर्गत दीव जिला प्रशासन द्वारा दिनांक 22/12/2024 को दीव की जनता के हित में प्रशासन गॉंव की ओर कार्यक्रम का झोलावाड़ी पंचायत में सफल आयोजन किया गया जिसमें पंचायतवासियों ने उत्साहपूर्वक शामिल होते हुए मुहैया कराई जा रही सेवाओं का सहजता से लाभ उठाया। इसके पूर्व कार्यशाला के आरंभ में अपर जिलाधीश डॉ विवेक कुमार, उप…
Read Moreદીવ ખાતે મુકત વિહાર 8મું કવિ સંમેલન અને સુર સાધનાનું આયોજન
હિન્દ ન્યુઝ, દીવ દીવ મુકામે મુકત વિહાર 8મું કવિ સંમેલન અને સુર સાધનાનું આયોજન “સાધના કક્ષ “નાગવા ગામમાં કરવામાં આવ્યું. આ કવિ સંમેલનમાં ગુજરાતના પ્રસિદ્ધ કવિઓ પૈકી સ્નેહી પરમાર, હિમલ પંડ્યા, વિમલ અગ્રાવત, ડો.પરેશ સોલંકી, જિત ચુડાસમા, ડૉ. જિતુભાઈ વાઢેર પોતાની રચનાઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા અને ડૉ ફિરડોસ દેખૈયાએ સંગીતનાં સુર છેડી સંધ્યા સંગીતમય બનાવી. જેમાં દરિયાઈ મોજ માણવા ગુજરાતનાં પ્રસિદ્ધ કવિઓની સંગ મુકત વિહારમાં સાહિત્યપ્રેમીઓએ હોંશભેર ભાગ લીધો. જેમાં ઉના નાં લેખક રામાભાઈ વાળા, ડૉ. ડી કે વાજા, નરેન્દ્ર ગોસ્વામી, બાલુભાઈ વાઘેલા, ઉકાભાઈ વઘાસીયા,…
Read Moreનર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ
હિન્દ ન્યુઝ, નર્મદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન થયું છે. જેને સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. ૬૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના ૧૭૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ખાસ કરીને સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, મેયર દક્ષેશ માવાણી, યુનિ.ના કુલપતિ કે.એન.ચાવડાએ એક્ષ્પોની મુલાકાત લઈ આયોજક પરિચિત ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્રણ દિવસમાં શાળાકોલેજોના વિદ્યાર્થીઓ, બાળકોએ સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિવિધ જાણકારી મેળવી હતી.…
Read Moreવલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ સુરત શહેરના વલથાણ-પુણા ગામ સ્થિત વૃંદાવનધામ ખાતે શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)- સુરત તથા શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવીને કથાનું શ્રવણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિકતાના પુનઃજાગરણનો નવો યુગ શરૂ થયો છે. ભાગવતકથાના સદ્દકાર્ય દ્વારા યુવા પેઢીમાં અધ્યાત્મ અને સંસ્કારના સિંચન માટે કાર્ય કરનારા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળને અભિનંદન પાઠવ્યા હતા. વ્રજરાજકુમારજી…
Read More