હિન્દ ન્યુઝ, રાજકોટ
પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે ઓસમ આરોહણ-અવરોહણ હરિફાઈ યોજાઈ હતી. આ હરિફાઈમા ઉપસ્થિત રહેલા સ્પર્ધકો તેમજ નાગરિકો રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થયા હતા. માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક તેમજ અન્ય પુસ્તિકાઓ વિતરણ કરાઇ હતી. પ્રાદેશિક માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, વંચિતોનો વિકાસ, ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાઓ સહિત પુસ્તિકાઓ વિતરણ કરી આ પુસ્તિકાઓની ઉપયોગિતા સમજાવી હતી. આ તકે વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો તેમના વાલીઓ તેમજ પાટણવાવથી ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ માહિતી ખાતાનો તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
