એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરતી ગુજરાતની દીકરી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4×100 મીટર રિલે સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

ચોરવાડના ખેત મજૂરની દીકરી કાજલે ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ધોરણ-12માં એક વર્ષ ડ્રોપ લઈને તાલીમ તેમજ સ્પર્ધા માટેની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું; તેની આ નિષ્ઠા અને મહેનતનું ફળ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા.

Related posts

Leave a Comment