વડાપ્રધાનના વરદ્હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

હિન્દ ન્યુઝ, સુરત 

     વડાપ્રધાનના વરદ્હસ્તે ₹18 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. હજીરાના L&Tના પ્લાન્ટની મુલાકાત અને ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.5મી જૂનના સુરત ખાતેના કાર્યક્રમ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને આગોતરી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં લોકપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

 વડાપ્રધાનના કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, લાભાર્થીઓ અને આગેવાનોની અવરજવર તથા અન્ય જરૂરી પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા; નાયબ મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીએ તંત્રને જરૂરી માર્ગદર્શન આપીને વિવિધ વ્યવસ્થાઓ પ્રોટોકોલ મુજબ સમયસર પૂર્ણ કરવા સૂચનો કર્યા.

Related posts

Leave a Comment