હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરની મુલાકાત લઇ એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી. મંત્રીએ જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નથી નોંધાયું. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ
સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો ચોવીસ કલાક (24×7) કાર્યરત; મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સિંહોના સંરક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ
