પાટણવાવ સ્થિત ઓસમ ડુંગરના સાનિધ્યમા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજ્ય સરકાર દ્રારા પાટણવાવ સ્થિત ઓસમ ડુંગરના સાનિધ્યમા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામા ઘવાયેલા સ્પર્ધકોની જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા સારવાર કરવામા આવી હતી. સ્પર્ધામાં સહભાગી થયેલા સ્પર્ધકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમા અન્ય સવલતોની સાથે આરોગ્યની વિવિધ ૭ ટીમ સમગ્ર રૂટપર ખડેપગે તૈનાત હતી.

૩૫૨ સ્પર્ધકો પૈકી સાત સ્પર્ધકોને સામાન્ય ઈજા થઈ હતી, જેમાં એક સ્પર્ધકનું સુગર લેવલ ઓછું થઈ જતા રૂટ પર તૈનાત આરોગ્યની ટીમે સમય સૂચકતા સાથે તુરંત સારવાર આપી હતી. 

સ્પર્ધામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ ચૌહાણએ જણાવ્યુ હતુ કે, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શનમાં સ્પર્ધાની સમગ્ર રૂટપર મેડિકલની સાત ટીમ તેમજ બે એમ્બ્યુલન્સ તૈનાત હતી. જેમા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પુનિત વાછાણી, પીડીયાટ્રીશીયન ડો. અંકિતાબેન સાવલિયા સહિત ટીમ ફરજબધ્ધ છે. દોડ દરમિયાન સાત સ્પર્ધકોને સામાન્ય ઈજા પહોંચી હતી જેમને સ્થળ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાટણવાવ સહિત મેડિકલની ટીમ દ્વારા તુરંત સારવાર અપાઈ હતી.

Related posts

Leave a Comment