જૂનાગઢ જિલ્લાકક્ષા ટેકવેન્ડો (બહેનો) સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૫ અને સ્પે. ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાકક્ષા ટેકવેન્ડો (બહેનો) સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ઇન્ડોર હોલ ખાતે કરવામાં આવેલ હતું. અને સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાકક્ષા અંધજન (BLIND) એથ્લેટીક્સ, ચેસ & ક્રિકેટ રમત સ્પર્ધાનું આયોજન તા.૨૮/૧૧/૨૦૨૫ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ મ.ન.પા. ચીફ ઓડિટ ઓફિસર રમેશભાઈ રાવલિયા અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળ પ્રમુખ જીગ્નેશભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.   

    ટેકવેન્ડો સ્પર્ધામાં જિલ્લાભરમાંથી દર વર્ષ કરતા આ વર્ષે વિક્રમી સંખ્યામાં ૩૦૦ થી વધુ ખેલાડી (બહેનોએ) ભાગ લેવા આવેલા હતા. જિલ્લાકક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે રમેશભાઈ રાવલિયા દ્વારા ખેલાડીઓને રમતગમત પ્રત્યે જાગૃતતા કર્યા હતા. તેમજ જીગ્નેશભાઈ ચાવડા દ્વારા વધુને વધુ ખેલાડીઓ વિજેતા થાય તે માટે શુભકામનાઓ પાઠવી.

   સ્પે. ખેલ મહાકુંભની અંધજન (BLIND) એથ્લેટીક્સ,ચેસ & ક્રિકેટ રમત સ્પર્ધામાં આશરે ૩૫૦થી વધુ ખેલાડી ભાઈઓ/બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment