દીવ ખાતે મુકત વિહાર 8મું કવિ સંમેલન અને સુર સાધનાનું આયોજન

હિન્દ ન્યુઝ, દીવ

     દીવ મુકામે મુકત વિહાર 8મું કવિ સંમેલન અને સુર સાધનાનું આયોજન “સાધના કક્ષ “નાગવા ગામમાં કરવામાં આવ્યું. આ કવિ સંમેલનમાં ગુજરાતના પ્રસિદ્ધ કવિઓ પૈકી સ્નેહી પરમાર, હિમલ પંડ્યા, વિમલ અગ્રાવત, ડો.પરેશ સોલંકી, જિત ચુડાસમા, ડૉ. જિતુભાઈ વાઢેર પોતાની રચનાઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા અને ડૉ ફિરડોસ દેખૈયાએ સંગીતનાં સુર છેડી સંધ્યા સંગીતમય બનાવી.

    જેમાં દરિયાઈ મોજ માણવા ગુજરાતનાં પ્રસિદ્ધ કવિઓની સંગ મુકત વિહારમાં સાહિત્યપ્રેમીઓએ હોંશભેર ભાગ લીધો. જેમાં ઉના નાં લેખક રામાભાઈ વાળા, ડૉ. ડી કે વાજા, નરેન્દ્ર ગોસ્વામી, બાલુભાઈ વાઘેલા, ઉકાભાઈ વઘાસીયા, એજ્યુકેશન ઓફિસર પિયુષ મારું , એડવોકેટ આર.વી. મેહતા, શ્યામ શાંખત, ઉના બીઆરસી ની ટીમ હાજર રહ્યા હતા.

 

    આ કવિ સંમેલનનું આયોજન માનસીન બામણીયા, બુક ક્લબ દીવ, બુક ક્લબ ઉના અને સાહિત્ય વર્તુળ દીવ ઉના દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર મંચસંચાલન જિતુભાઈ વાઢેરે કર્યું.

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડયા, દીવ 

Related posts

Leave a Comment