જિલ્લામાં ચૂંટણી દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા સભા/સરધસ કાઢવા પર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. ચૂંટણીઓ દરમ્યાન ઉમેદવાર તથા રાજકીય પક્ષો તરફથી ચૂંટણી પ્રચારમાં જાહેરસભાઓ તથા સરઘસો યોજવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય,જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશયથી જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લામાં આ જાહેરનામું પ્રસિધ્ધ કયુ છે.

જાહેરનામાં મુજાબ કોઈપણ વ્યકિત/વ્યકિતઓએ તા.૧૬/૦૩/૨૪ના થી તા.૩૦/૦૩/૨૦૨૪ (બંને દિવસો સહીત) સુધીના સમયગાળા દરમ્યાન અધિકારીની પરવાનગી વિના અનઅધિકૃત રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં, કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સભા કે સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે, ઉમેદવાર ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહીં,જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં. તેમજ ખલેલ પહોંચાડવી નહીં, ચૂંટણીની સભા, સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ,બેનર્સ કે કટઆઉટ રાખી શકશે. આવા સરઘસમાં પક્ષે/ઉમેદવારે પુરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે. પરંતુ પક્ષે પુરા પાડેલ સાડી/શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં.

આ હુકમ નીચેના કિસ્સાઓમાં લાગુ પડશે નહિ. લગ્નનના વરઘોડા, સિનેમાહોલમાં, ટાઉનહોલમાં, સ્મશાનયાત્રામાં, એસ.ટી.બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે દેવળમાં પ્રાર્થના માટેના શુધ્ધ આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહીં, ફરજ પર હોય તેવી ગ્રામ રક્ષક દળોની વ્યક્તિઓને, સરકારી કાર્યક્રમને, સરકારી નોકરી કે પોતાની રોજી માટે કામ કરનારા વ્યક્તિને, સક્ષમ અધિકારીશ્રીએ આપેલ સભા/સરઘસની પરવાનગીથી યોજાતા સભા કે સરઘસમાં જતી, ભાગ લેતી વ્યક્તિઓને લાગુ પડશે નહી.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment