ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ-હોર્ડિંગ્ઝ-બેનર લગાવી શકાશે નહિ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

 આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬૨૦૨૪ ના રોજ થનાર છે. છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામાં દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીના વિસ્તારમાં કોઇપણ વ્યકિત, સંસ્થા કે, મંડળી કે રાજકીય પક્ષ, બીનરાજકીય પક્ષ અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના ભાવી ઉમેદવારોને તાત્કાલિક અસરથી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં કટઆઉટ, હોર્ડિંગ્સ, બેનર વિગેરે કોઇપણ જાહેર જગ્યાએ મૂકી શકાશે નહિ એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિગેરે હસ્તકની જગ્યાએ (આવી જગ્યા કે મિલકત ભાડે આપી હશે તો પણ) મૂકી શકાશે નહિ. જો કટઆઉટ, હોર્ડિંગ્સ વિગેરે ખાનગી માલિકીની જગ્યામાં સક્ષમ અધિકારીની પરવાનગીથી મુકવામાં આવે તો તમામ શરતોનું પાલન થવું જોઇએ. કટઆઉટ, જાહેરાત પાર્ટીમાં બેનરો વિગેરે કોઇ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને કરવાની રહેશે. કોઈ પણ ખાનગી મિલકતને કાયમી/ હંગામી નુકસાન કરે તેમજ સરળતાથી કાઢી શકાયતેમ ન હોય તેવા ચુત્નીલાક્ષી લખાણ પોસ્ટર્સ, ભીતચિત્રો વગેરે મિલકતના માલિકની સંમતિ હશે તો પણ મૂકી શકાશે નહિ. રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના એજન્ટો, કાર્યકર્તાઓ તથા સમર્થકો તેઓની મિલકત પર સ્વેચ્છાએ બેનર્સ, નાણા વાવટા, ધ્વજ, ચોપાનીયા લગાવી શકશે પરંતુ જો જાહેરાતના પાટિયા, ધ્વજ વગેરેનું આવા નીદાર્શનમાં કોઈપણ ચોક્કસ ઉમેદવાર માટે મત મેળવવાનો ઉદ્દેશ હોય તો ભારતીય દંડ સહિતની કલમ-૧૭૧ની જોગવાઈ અનુસરવાની રહેશે. આ હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ સજાને પાત્ર થશે. આ આદેશ તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ (બંને દિવસો સહીત) સુધી અમલમાં રહેશે  

Related posts

Leave a Comment