જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકો/સંચાલકોને કાયદાકીય જોગવાઈ અને પ્રિન્ટીંગ વિશે માહિતી આપવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. ૨૧- છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય છોટાઉદેપુર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી ચૌધરી અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી ગોક્લાણીના અધ્યક્ષસ્થાને જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસ એસોસિએશનના હોદ્દેદારો અને માલિકો સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રિન્ટ થયેલી જાહેરાતમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ, પ્રિન્ટર, પ્રકાશક અને મુદ્રકનું નામ તેમજ કેટલી નકલ છાપવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે આ સિવાય પોતાનું રજિસ્ટર પર નિભાવવાનું રહેશે. પ્રકાશક પાસેથી પ્રિન્ટ કરનાર સંસ્થા કે વેપારીએ નિયત નમૂનામાં વિગતો રજુ કરે ત્યાર બાદ જ પ્રિન્ટીંગનું કામ લેવા માટે સૂચનો કર્યા હતા. છપાનાર ચોપાનીયા, ભીત ચિત્રો, પોસ્ટરો, પ્લેકાર્ડ, હોડીંગ્સ વગેરેમાં વપરાતી ભાષા, લખાણ, ચિત્રો કોઈપણ ધર્મ, લિંગ, જાતિ, સમુદાય, ભાષાની દ્રષ્ટીએ વાંધાજનક જોવું ન જોઈએ. સાહિત્ય છાપનારે નિયત નમૂનામાં ૪ નકલમાં નોડલ અધિકારીને તેમજ ૨ નકલ ચૂંટણી અધિકારીને મોકલી અગાઉથી જાણ કરવાની રહેશે. આવા તમામ નિયમોના ઉલ્લઘંન બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે તે બાબતે પણ કાયદાની જોગવાઈથી ઉપસ્થિત તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા.

બેઠકમાં મીડિયા મોનીટરીંગ કમિટીના નોડલ અને સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment