हिन्द न्यूज़, दीव भारत देश के 79वें स्वतन्त्रता दिवस के अवसर पर आज समाहर्ता, दीव राहुल देव बूरा ने बड़े उल्लास के साथ राष्ट्रीय ध्वज फहराया । सभी उपस्थितों द्वारा राष्ट्रगीत गाने के बाद समाहर्ता ने परेड का निरीक्षण किया और तत्पश्चात दीववासियों को संबोधित किया। 79वें स्वतंत्रता दिवस के इस अवसर पर स्वतंत्रता सेनानियों और शहीदों का जिक्र करते हुए व उनकी पावन समृति को नमन करते हुए समाहर्ता, दीव राहुल देव बूरा ने कहा कि स्वतंत्रता दिवस हर भारतवासी के मन में गौरव और सम्मान…
Read MoreDay: August 15, 2025
આન, બાન અને શાન સાથે 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
હિન્દ ન્યુઝ, મોરબી હળવદ ખાતે આન, બાન અને શાન સાથે મોરબી જિલ્લા કક્ષાનો ૭૯ મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન થયું, પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હિન્દ ન્યુઝ, જામનગર કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ હિન્દ ન્યુઝ, પોરબંદર 79મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 79મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ પોરબંદર ખાતે આયોજિત ’વંદન તને પોરબંદર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લામાં કુલ અંદાજે રૂ.174 કરોડથી વધુના વિવિધ…
Read Moreઆણંદ જિલ્લાના વ્યક્તિ વિશેષ સહિત વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર શ્રેષ્ઠીઓને જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના હસ્તે સન્માનિત કરાયા
હિન્દ ન્યુઝ, આણંદ ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિઓનું તથા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ તથા અધિકારીઓનું સન્માન જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. જે પૈકી વ્યક્તિ વિશેષ તરીકે… શ્રીમતી ડૉ.અલ્પાબેન પટેલ : આણંદના નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ શ્રીમતી ડૉ.અલ્પાબેન પટેલ જેઓ એશિયાની ટોપ ટેન મહિલાઓના નામાંકન થયેલ છે. તેમણે દરેક ગામડાઓમાં પીપળવન બનાવવાનું અભિયાન હાથ ધર્યું. આ ઉપરાંત મહિલાઓને વ્યવસાયિક તાલીમ આપીને આત્મનિર્ભર બનાવી. તદ્ઉપરાંત છેલ્લા એક દાયકાથી મૃતદેહોનું વિધીપૂર્વકના અંતિમ સંસ્કાર કરીને સમાજ સેવા…
Read Moreસોજીત્રા ખાતે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી : જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યું
હિન્દ ન્યુઝ, આણંદ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી સોજીત્રાની એમ.એમ.હાઇસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતુ. આ પ્રસંગે જિલ્લાવાસીઓને ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ જેવા મહાપુરૂષો અને નામી – અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કલેકટરએ પાકિસ્તાન દ્વારા ભારતના સાર્વભૌમત્વને પડકારતા પહેલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતે અંજામ આપેલા “ઓપરેશન સિંદૂર”નો ઉલ્લેખ કરતાં…
Read Moreકરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ આણંદ ખાતે આન – બાન – શાન સાથે સ્વાતંત્ર પર્વની ઉજવણી
હિન્દ ન્યુઝ, આણંદ દેશના ૭૯ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આણંદ ટાઉનહોલ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે કમિશનર મિલિંદ બાપનાએ વરિષ્ઠ નાગરિકો અને મહાનગરપાલિકાના સર્વે નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર સૌ નામી અનામી શહીદોને વંદન કર્યા હતા. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં ચરોતર પ્રદેશનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. આઝાદી બાદ આણંદના કરમસદની પાવનભૂમિના પનોતા પુત્ર સરદાર સાહેબે ૫૬૨ જેટલા રજવાડાઓનું એકીકરણ કરી દેશને એકતાના તાંતણે બાંધી અખંડ…
Read Moreપાલીતાણામાં જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી
હિન્દ ન્યુઝ, પાલીતાણા ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગરીમામય ઉજવણી પાલીતાણા ખાતે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરાવી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આજે ’માં’ ભારતીની આન, બાન અને શાનની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ સેવા માટે ખપી જનાર મહાનુભાવોને યાદ કરવાનો અને તેમની શહાદતનું સ્મરણ કરવાનો દિવસ છે. તેમણે પાલીતાણાના નગરજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, પાલીતાણા જૈનોનું શાશ્વત તીર્થ…
Read Moreસ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના હસ્તે ભાવનગર જિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના 79 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ભાવનગર જિલ્લાની વર્ષ-2024-25 ની વિકાસ વાટિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર વિકાસ વાટિકા પુસ્તિકા-2024-25નું પ્રકાશન નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી અને જિલ્લા આયોજન અધિકારીના પરામર્શ અને સહયોગથી કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી…
Read Moreબોટાદના સ્થાપના દિન નિમિત્તે ચાલો જાણીએ બોટાદ વિશે
હિન્દ ન્યુઝ, બોટાદ મહા ગુજરાતની ચળવળ બાદ જયારે ૧ મે ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું તે સમયે ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લાઓ હતાં જે આજે ૩૪ થઈ ગયાં છે. ચાલો જાણીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ જિલ્લા તરીકે ઉભરી આવતાં આપણાં બોટાદ જિલ્લા વિશે.. ઉતાવળી નદી પર વસેલું અને ગુજરાતનાં જાણીતાં કવિ સ્વ.દામોદર ખુશાલદાસ બોટાદકરનું જન્મ સ્થાન એવું બોટાદ શહેર ધર્મપરાયણતા, આસ્થા અને સાહિત્યનો ત્રિવેણી સંગમ છે. ધર્મ, સાહિત્ય અને આઝાદી લડતનો સમૃદ્ધ વારસો ધરાવતો આ જિલ્લો…
Read Moreસ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના નયનરમ્ય પરિસરમાં “સંગીત સંધ્યા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના નયનરમ્ય પરિસરમાં “સંગીત સંધ્યા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઢળતી સાંજે અને તિરંગાના રંગોની રોશની વચ્ચે સંગીતના સૂર અને ગરબાના તાલે સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયું હતું. “સંગીત સંધ્યા” કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભાર્ગવ પટેલ, બોટાદ પ્રાંત અધિકારી આરતી…
Read Moreબાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે તા.૧૮/૦૮/૨૦૨૫થી તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાશે
હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ માટે તા.૧૮/૦૮/૨૦૨૫થી તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, આંબા તથા જામફળ-ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ-ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રુટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પપૈયા-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલમાં સહાય, કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ક્રોપ કવર…
Read More