હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મચ્છરની ઉત્પત્તિ મચ્છરથી થતા રોગ વિશે જાણકારી આપવા માટે ખાસ અભિયાન અંતર્ગત વિશ્વ મચ્છર દિવસે રેલી યોજવામાં આવી હતી. જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ મચ્છર દિવસ અતર્ગત ગ્રામ વિસ્તારમા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોના સહયોગથી જિલ્લાના ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ અર્બન આરોગ્ય કેન્દ્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ક્ષેત્રીય વિસ્તારોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમ, આશા બહેનો અને અર્બન મેલેરિયા…
Read MoreDay: August 20, 2025
નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલારસા ખાતે આરોગ્ય વિભાગની ‘જોખમી સગર્ભા માતા‘ યોજનાના માધ્યમથી માતા અને બાળકના આરોગ્યને સુરક્ષિત કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું હાથ ધરાયું છે. આ યોજના હેઠળ જોખમી સગર્ભા માતાઓની ઓળખ કરીને તેમને જનરલ હોસ્પિટલમાં સલામત ડિલિવરી કરાવવામાં આવે છે અને સરકારી આરોગ્ય યોજનાઓના લાભ આપવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ માતા મરણ અને બાળ મરણને અટકાવવાનો છે, જેમાં મમતા દિવસ અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જે અન્વયે બોરસદના નિસરાયાના ૩૧…
Read Moreવિશ્વ મચ્છર દિવસ
હિન્દ ન્યુઝ, આણંદ વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર દિવસ ૨૦૧૫ થી દર વર્ષે ૨૦ મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સર રોનાલ્ડ રોસ કે જેઓએ ૧૮૯૭ માં મનુષ્યમાં માદા મચ્છરોને કારણે મેલેરિયા સંક્રમિત થવાની શોધ કરી હતી, તેમના સ્મરણાર્થે ઉજવવામાં આવે છે. જીવવિજ્ઞાન કહે છે કે, મચ્છરોની લગભગ ૩,૫૦૦ પ્રજાતિ છે અને તેથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે મચ્છરથી સૌથી વધુ પરેશાન માનવી જ છે ! હિંસક જાનવરોને કારણે દેશમાં એટલા મોત થતા નથી, તેટલા મોત નાનાં નાનાં મચ્છરોના કરડવાથી થાય છે. ભારત સરકારે…
Read Moreજીવદ્રવ્ય બધી જાતના પાકોના મૂળને ખોરાક તત્વોની પૂરતી કરે છે
પ્રાકૃતિક કૃષિમાં જીવદ્રવ્યની અગત્યતા હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશન મોડમાં કામગીરી થઇ રહી છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં જીવદ્રવ્યની અગત્યતા અંગે વિગતવાર જાણકારી મેળવીએ. જીવદ્રવ્યમાં સર્જન અને વિંઘટન બન્ને પ્રક્રિયા એક સાથે સંળગ ચાલતી રહે છે. જીવદ્રવ્ય પાકના મૂળને ખોરાક આપતો અગત્યનો સ્ત્રોત જ નથી પરંતુ અસંખ્ય સુક્ષ્મજીવાણુઓના માધ્યમથી ખોરાક આપવા વાળો સ્ત્રોત પણ છે. જીવદ્રવ્યમાં ખોરાક તત્વોને અદલ-બદલ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે.…
Read Moreશેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ હોઈ, નીચાણવાળા વિસ્તારોના ગામલોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર નહીં કરવા તંત્રનો અનુરોધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં તા. ૨૦ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ વાગ્યે ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થતાં શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા છે તથા ડેમમાંથી ૧૫,૩૪૦ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થાય છે. જેથી શેત્રુંજી ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવેલ પાલીતાણા તથા તળાજા તાલુકાના ગામોના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર નહીં કરવા ભાવનગર જળ સિંચન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો સંદેશ દ્વારા નીચાણવાળા…
Read Moreભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સીઝનમાં ચોથી વખત 100% ભરાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજે તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આ સીઝનમાં ચોથી વખત 100% ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે બપોરે ૧૨ વાગ્યે શેત્રુંજી ડેમ 100% ભરાઇ જતાં 20 દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે ૧૨.૧૫ વાગ્યે ૫૯ દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧૭ જૂન ૨૦૨૫ ના રોજ પ્રથમ વખત, તા. ૬ જુલાઈ ૨૦૨૫ ના રોજ બીજી વખત, તા. ૧૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ આ ચોમાસાની સીઝનમાં ત્રીજી વખત 100%…
Read More