હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામા વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામો મુખ્ય મથકો સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે. ગત એક સપ્તાહમાં આવી કુલ પાંચ નવી બસો ફાળવી વિવિધ રૂટ ઉપર દોડતી થતા ડાંગ જિલ્લાની મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી છે. વલસાડ એસટી વિભાગીય કચેરી હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસ ટી ડેપોને મળેલી પાંચ મીડી બસો પૈકી…
Read MoreDay: August 22, 2025
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલાના અનાજ-શાકભાજી ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે : ખેડૂત લલિતભાઈ ખપેડ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ અંતરિયાળ એવા ભરસડા ગામના રહેવાસી અને પ્રાકૃતિક ખેડૂત લલિતભાઈ કાનજીભાઈ ખપેડ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ હેઠળ યોજાયેલ વિવિધ તાલીમ અને માર્ગદર્શન લઈ છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતી થકી ઋતુ પ્રમાણે અનાજ, કઠોળ, શાકભાજી અને ફૂલોની ખેતી પણ કરે છે. જેમાં તેઓને સારી એવી આવક મળી રહે છે. જેમાં દરેક સિઝન મુજબ જેમ કે,ચોમાસામાં મકાઈ અને ડાંગર, શિયાળામાં ઘઉં અને ચણા, તેમજ વિવિધ શાકભાજી અને ફૂલોની ખેતી કરીને પણ બદલાતી અને મિશ્ર ખેતી કરું…
Read Moreકલેક્ટર કચેરીમાં ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, બોટાદ જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સૂચના અપાઇ. આ બેઠકમાં ઘરથાળના પ્લાટ, દબાણો, વીજળી, માર્ગ નિર્માણ, પાણી પુરવઠા, રેશનશોપ સહિતના વિષયો ઉપર જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત થયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેના જવાબ, નિરાકરણ સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા પાઠવવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન સોલાર રૂફ ટોપ યોજના અંગે એમજીવીસીએલ દ્વારા એક પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સોલાર રૂફ ટોપ યોજનાના ગ્રામીણ કક્ષાએ અમલીકરણ અંગે ફાયદાઓની સમજૂતી આપવામાં આવી હતી.
Read Moreરાજકોટ ખાતે ૭ નવી એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસોને લીલી ઝંડી
હિન્દ ન્યુઝ, રાજકોટ આજે રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદશ્રી પુરુષોતમભાઈ રૂપાલા તથા ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે ૭ નવી એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રાજ્યભરમાં ૧૦૦ એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસો મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે, જેમાંથી ૦૭ બસો રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. 🚩 શાસ્ત્રોક્ત વિધિ સાથે બસનું પૂજન કરવામાં આવ્યું અને મુસાફરો માટે આરામદાયક, સુખાકારીયુક્ત મુસાફરીની નવી શરૂઆત થઈ. આ અવસરે અધિકારીઓ, કર્મચારીઓ તથા અનેક મુસાફરો ઉપસ્થિત રહ્યા. 👉 આ ૭ બસો દ્વારા…
Read Moreસંતો પચ્ચકખાણ આપવાનું અને જૈનસંઘો પૈસા માંગવાનું બંધ કરશે, તો ધર્મસ્થાનોમાં યુવાપેઢીને આવવનું મન થશે : સદગુરુદેવ પારસમુનિ
હિન્દ ન્યુઝ, કાલાવડ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી જગદીશમુનિ મ.સા. સુશિષ્ય પૂજ્ય સદગુરૂદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબે પર્યુષણ મહાપર્વ નાં દ્વિતીય દિવસે ૨૧/૮/૨૫ નાં રોજ શ્રી વણિક જૈન સંઘ કાલાવડ (શિતલા) માં ‘ભીતરથી સુંદર થવાનું છે’ વિષય પર પ્રવચન ફરમાવતા જણાવેલ કે, ભગવાન મહાવીરે બતાવેલ સનાતન મહામાર્ગ ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ છે. ત્યાગભાવ અને વૈરાગ્યભાવ સ્વતંત્રતાથી પ્રગટે, કોઈનાં પર કોઈ વાત કે વિચાર થોપવાથી ન પ્રગટે. વર્તમાન સમયે ધર્મસ્થાનકો અને મંદિરોમાં યુવાનોને લાવવા હોય તો પૈસા માંગવાનું અને પચ્ચકખાણ આપવાનું બંધ કરવું જોઇએ. સંતો પચ્ચકખાણ…
Read Moreકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈને કલેક્ટરએ લગત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ગામતળ બહારના વિસ્તારોમાં વીજ કનેક્શન આપવા બાબતે, કોઝવેના વેરીંગકોટ અને રીપેરીંગ અંગે, નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ અંતર્ગત…
Read More