આણંદમાં સ્વછતા અભિયાન અંતર્ગત તમામ તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ    સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ (Block Water Sanitation Mission) BWSM અંતર્ગત ગ્રામ્યકક્ષાએ દૈનિક ધોરણે સ્વચ્છતા અંગે તમામ ગ્રામ્ય વિસ્તારો, શેરીઓ, રસ્તાઓ, ધાર્મિક સ્થળો, શાળાઓ, આંગણવાડીઓ, વિવિધ પ્રતિમાઓની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્યકક્ષાએ આવેલ તમામ શાળાઓ, આંગણવાડીઓ વગેરેમાં ગો ગ્રીન શાળા, રંગોળી,વિવિધ ચિત્ર, નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમજ વિવિધ શાળાઓના પટ્ટાગણમાં, રમતના મેદાનમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્યકક્ષાએ સ્વ સહાય જૂથો, સ્વચ્છતા કાર્યકરો, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ અને પંચાયતના પ્રતિનિધિઓ વગેરે સાથે…

Read More

આણંદ ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પોષણ ઉત્સવ : ૨૦૨૫ અંતર્ગત ટી.એચ.આર.( માતૃ શક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ) અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં સાંસદ મિતેશ પટેલ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વાર શરૂ કરાયેલા “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનમાં દીકરીઓ તથા બહેનોને પોષણક્ષમ આહાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ પોષણ લક્ષી અનેક…

Read More

જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાલંભા તાલુકા શાળા ખાતે માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ શ્રી બાલંભા તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા કચરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ તેમજ દતક વિધાન, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સ અને પોક્સો એક્ટ ૨૦૧૨ની વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી. તેમજ હાજર રહેલ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી નશો નહિ કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. બાલંભા ગામ સાંસદ આદર્શ ગ્રામ તરીકે નોંધાયેલ હોય જિલ્લા…

Read More

સહકારથી સમૃદ્ધિ અંતર્ગત શ્રી ગોરખડી સેવા સહકારી મંડળી લી. ના સભ્યોએ વડાપ્રધાનને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા

હિન્દ ન્યુઝ, જામનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રે થયેલા વિકાસથી ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બની રહ્યા છે. સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ શ્રી ગોરખડી સેવા સહકારી મંડળી લી. ના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ ઉત્સાહભેર લખ્યા હતા. સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, તેમજ જીએસટીના દરોમાં રાહત આપી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્યો છે. પરિણામે પશુપાલકો, ખાસ કરીને ગ્રામીણ…

Read More

શક્તિના આરાધના પર્વની સાથે સૈન્યને સલામી…

હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવા ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબા પર રમવાની અપીલ કરી છે. રાજ્ય સરકારની અપીલને ધ્યાને લઈને હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવમાં જામનગર શહેર-જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર યોજાતા ગરબા આયોજનોમાં ઓપરેશન સિંદુર પર બનેલા ગરબા વગાડવામાં આવે છે. અને ખેલૈયાઓ એ ગરબા પર રમીને માં શક્તિની આરાધના સાથે સૈન્યને પણ સલામી આપે છે. ગઈકાલે પણ જામનગરવાસીઓએ આ ગરબા પર રમીને…

Read More

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધુંવાવ ખાતે રૂ.4.33 કરોડના ખર્ચે નિર્મિત બ્રિજનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર અને રાજકોટને જોડતા અગત્યના માર્ગ પર વાહનવ્યવહારને વધુ સરળ અને સલામત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધુંવાવ ખાતે નવનિર્મિત બ્રિજનું રાજ્યના કેબિનેટ કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારે માળખાગત સુવિધાઓને ટોચની પ્રાથમિકતા આપી છે. આ નવનિર્મિત બ્રિજ માત્ર એક નિર્માણ કાર્ય નથી, પરંતુ જામનગર અને આસપાસના વિસ્તારના લોકો માટે સમયની બચતની સાથે આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનું માધ્યમ બનશે.આ અત્યાધુનિક રિવર બ્રિજનું નિર્માણ જામનગર રૂ.૪.૩૩ કરોડના ખર્ચે…

Read More

‘હર ઘર સ્વદેશી’ સંકલ્પ સાથે જામનગરના સહકારી આગેવાનો અને ખેડૂતોએ પોસ્ટ કાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

હિન્દ ન્યુઝ, જામનગર    આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે, જામનગર જિલ્લાના સહકારી ક્ષેત્રના હોદ્દેદારો, ખેડૂતો અને સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ તમામે પોસ્ટકાર્ડ લખીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા GST માળખામાં કરવામાં આવેલા સુધારાઓથી કૃષિ ઉપકરણો, ખાતર અને બિયારણના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે ખેડૂતોને મોટી આર્થિક રાહત મળી છે. જિલ્લાના ખેડૂતોએ આ સીધા ફાયદા બદલ વડાપ્રધાનશ્રીનો વિશેષ આભાર માન્યો હતો, જે તેમની કૃષિ…

Read More

GST રિફોર્મ્સ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવા ભાવનગર જિલ્લામાં ૩.૮૦ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર     GST રિફોર્મ્સ અને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના સહકારી સંસ્થાઓના સભાસદો, હોદ્દેદારો તેમજ ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં આજદિન સુધીમાં ૩.૮૦ લાખથી વધુ નાગરિકોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખીને આર્થિક સમૃદ્ધિ અને વિવિધ યોજનાઓના લાભ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ પોસ્ટકાર્ડ ઝૂંબેશ દ્વારા સભાસદો-ખેડૂતોએ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ લેવાયેલા મુખ્ય નિર્ણયો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સહકાર મંત્રાલયની સ્થાપના ઉપરાંત, સહકાર ક્ષેત્રમાં કરવામાં આવેલી નવીન પહેલો, GST રિફોર્મ્સ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ…

Read More

ભાવનગર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી સહિતના અધિકારીઓએ સ્વચ્છતાના શપથ લીધા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડ્રિસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM)ની જિલ્લા કક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે‌ જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકના અંતે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, વાસ્મોના યુનિટ મેનેજર આર.વી.ડોંડા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આશિષભાઈ બાલધિયા, SBM-G ના ડિસ્ટ્રીક્ટ કો ઓર્ડીનેટર અચ્યુતભાઈ રાજ્યગુરુ સહિત સમિતિના સભ્યએ સ્વચ્છતા જાળવવા સામૂહિક શપથ લીધાં હતા.

Read More

ભાવનગર ખાતે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      આજે ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૬૫ મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણીએ ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવાની સાથે ભાવનગરના મહુવા તાલુકાના ચોકવા ગામે અંદાજીત રૂ. ૯.૭૩ લાખના ખર્ચે ૧.૯૦ લાખની ક્ષમતા ધરાવતાં સ્ટોરેજ સંપ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. તેમજ “હર‌ ઘર જલ” સર્ટિફિકેશનની કામગીરી, બાકી ઓડીટ, પાણી વેરા વસુલાત, પાણી પુરવઠાને લગતી ફરિયાદોનું કરવામાં આવેલ નિવારણ સહિત વાસ્મો અંતર્ગત ચાલી રહેલી યોજનાકીય…

Read More