હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડ્રિસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM)ની જિલ્લા કક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકના અંતે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, વાસ્મોના યુનિટ મેનેજર આર.વી.ડોંડા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર આશિષભાઈ બાલધિયા, SBM-G ના ડિસ્ટ્રીક્ટ કો ઓર્ડીનેટર અચ્યુતભાઈ રાજ્યગુરુ સહિત સમિતિના સભ્યએ સ્વચ્છતા જાળવવા સામૂહિક શપથ લીધાં હતા.
