પ્રધાનમંત્રી આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદી : ૬૪ હજાર કરોડના ખર્ચે દેશના આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સુવાધાઓ મજબૂત બનાવાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

સાંસદ રાજેશભાઈ ચૂડસમાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કાશી સ્થિતનો કાર્યક્રમ ઓનલાઈન વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સુવિધાઓને મજબૂત બનાવતા પીએમ આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કરાવ્યો હતો. આ આરોગ્યલક્ષી સુવાધિઓ વિકસવવા પાછળ આશરે રૂ. ૬૪ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, અગ્રણી બચુભાઇ વાજા, સરકારી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડો.જિજ્ઞેશ પરમાર, ડો.અરૂન રોય, ડો.બામરોટીયા અને નગરપાલિકાના સદસ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment