હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં ક્રેસન્ટ સર્કલે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ખાસ ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલમાં ભારત દેશની સૈન્ય શક્તિ અને મિસાઈલો થકી પડોશી મુલ્ક પાકિસ્તાની આકાઓના વિવિધ આતંકી ઠેકાણાનો નાશ કરવામાં આવ્યો હતો તે અંગેની જાણકારી તેમજ ભારતીય સૈનિકોએ દર્શાવેલા અદમ્ય સાહસ અને શોર્યની ઝાંખી દર્શાવવામાં આવી છે. સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળે પંડાલ બહાર ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઇ નુકસાન નહીં, યે જીત સિર્ફ સૈના કી નહીં હૈ, બલકી પૂરે દેશવાસીઓ કી હૈ,…
Read MoreDay: September 3, 2025
ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેની આગેવાનીમાં ગાંધીનગર ભૂસ્તર તંત્રની ભૂમાફિયાઓ સામે લાલ આંખ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા અંગે ક્ષેત્રિય ટીમ દ્વારા રોડ ચેકિંગ અંગેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રીઓ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ અન્ય જીલ્લામાંથી ખનિજ ભરી આવતા ડમ્પર વાહનોને રોડ ચેકિંગ દરમ્યાન વહેલી સવારે આશરે ૦૨:૦૦ કલાકે કલોલ રોડ ખાતે ૦૨ ડમ્પર તથા ૦૧ ડમ્પર આશરે ૦૨:૩૦ કલાકે મોજે. અડાલજ…
Read Moreમોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
હિન્દ ન્યુઝ, સુરત સુરતના સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અને ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. ૬જી – ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા અને ગણપતિ આધારિત અનોખો ગણેશ પંડાલ માત્ર દર્શન નહીં, પણ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે. અહીં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, શહીદ ભગતસિંહ તથા બીજી બાજુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ જેવા રાષ્ટ્રનાયકોની તસવીરો પ્રદર્શિત…
Read Moreવડોદરાના પંડાલોમાં યોગ મુદ્રામાં ગણેશજી બન્યા આકર્ષણનું કેન્દ્ર
હિન્દ ન્યુઝ, વડોદરા સંસ્કારી નગરી તથા ઉત્સવનગરી વડોદરા શહેર ગણેશ મહોત્સવની ભવ્યતા અને નવીનતાને લઈને જાણીતું છે. દર વર્ષે હજારો પંડાલો અનોખા થીમ સાથે શણગારાય છે અને ભક્તો સુધી નવા સંદેશાઓ પહોંચાડે છે. આ વર્ષનું મુખ્ય આકર્ષણ – યોગ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ છે. યોગ થીમ બાજવાડા યુવક મંડળે ખત્રીવાડ સ્થિત રોકડનાથ મંદિર પાછળ બનાવેલા પંડાલમાં ભગવાન ગણેશને વિવિધ યોગ મુદ્રાઓમાં પ્રતિષ્ઠિત કર્યા છે. દિવાલો પર વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુ બાબા રામદેવના યોગ કરતી તસ્વીરો, સાથે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી પ્રેરક છબીઓ સુશોભિત કરી છે. મંડળના આયોજકો…
Read Moreપોરબંદરમાં ૭૬મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો
હિન્દ ન્યુઝ, પોરબંદર પોરબંદરમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન “એક પેડ માં કે નામ” પહેલ હેઠળ મહાવિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષા અને હરિયાળું ગુજરાત રચવાના સંકલ્પ સાથે સૌને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવાયું હતું કે, માનવ જીવનમાં વૃક્ષનો અગત્યનો ફાળો છે. આ માટે ઔદ્યોગીકરણ અને વિકાસની સાથે સાથે પર્યાવરણ સંતુલન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પર્યાવરણના…
Read Moreવિવિધ રોપાઓ, વડલાની વડવાઈ, વેલ સહિતની પ્રકૃતિની અનુભૂતિ કરાવતું સિધ્ધિ વિનાયક ગણપતિનું પંડાલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારના સિધ્ધિ વિનાયક ગણપતિ પંડાલ અનેક દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણકે અહિયાં સંપૂર્ણ પંડાલ સરકારની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવ્યું છે. તેઓ છેલ્લા ૧૨ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે. આ ગણપતિ પંડાલનું સંપૂર્ણ આયોજન ૧૭ થી ૨૧ વર્ષના ૧૪ યુવાનો દ્વારા કરવામાં આવે છે. જેનાથી યુવાનોમાં સંકલન, એકતા, અને ભક્તિના ગુણો કેળવાય છે. સિધ્ધિ વિનાયક ગણપતિ પંડાલના પ્રાંગણના ભાગે વિવિધ વનસ્પતિઓના રોપાઓ મુકાયા છે, પંડાલની છતને વેલ અને દીવાલને વડની વડવાઈથી શણગારી પ્રકૃતિની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત, ગણેશજીની મૂર્તિની આસપાસ પણ રોપાઓ મુકવામાં આવ્યા છે.…
Read Moreભાવનગર વાણંદ સોસાયટી નજીક મહાદેવ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે મહાદેવ મિત્ર મંડળ દ્વારા આયોજિત 18 મો ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવેલ સત્યનારાયણની કથા કતપુતલી જેવા કાર્યક્રમો નો આયોજન કરેલ અને આજુબાજુના સ્થાનિકો દ્વારા રોજ મહા આરતીનો લાભ લીધેલો રોજ રાત્રી દરમિયાન અલગ-અલગ પ્રસાદીનું આયોજન પણ કરેલ. ~: આયોજક શ્રી ઓ :~ નિલેશભાઈ ભાલીયા કેતનભાઇ વાળા હિરેન પરમાર વાલાભાઈ પરમાર ભરતભાઈ મેર લાલજી ઢાંપા
Read More