ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેની‌ આગેવાનીમાં ગાંધીનગર ભૂસ્તર તંત્રની ભૂમાફિયાઓ સામે લાલ આંખ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી  દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા અંગે ક્ષેત્રિય ટીમ દ્વારા રોડ ચેકિંગ અંગેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રીઓ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ અન્ય જીલ્લામાંથી ખનિજ ભરી આવતા ડમ્પર વાહનોને રોડ ચેકિંગ દરમ્યાન વહેલી સવારે આશરે ૦૨:૦૦ કલાકે કલોલ રોડ ખાતે ૦૨ ડમ્પર તથા ૦૧ ડમ્પર આશરે ૦૨:૩૦ કલાકે મોજે. અડાલજ ખાતે રોકી તપાસ કરતા બિનઅધિકૃત સાદીરેતી ખનીજના વહન અન્વયે ૦૨ ડમ્પર રોયલ્ટી પાસ વગર તથા ૦૧ ડમ્પર ઓવરલોડ વહન કરતા મળી કુલ ૦૩ ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે. જેમાં (૧) મોજે- મોટી ભોયણ, તા.કલોલ, જિ. ગાંધીનગર પાસેથી વાહન ડમ્પર નં- GJ-14-X-8236 ના ડમ્પર માલિક દ્વારા બિનઅધિકૃત ૩૫.૪૦ મેં.ટન રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. (૨) મોજે- અડાલજ તા., જિ. ગાંધીનગર પાસેના બાલાપીર ચોકડી ખાતેથી વાહન ડમ્પર નં- GJ-24-X-5420 ના ડમ્પર માલિક  દ્વારા બિનઅધિકૃત ૩૦.૨૯ મેં.ટન રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. (૩) મોજે- ઓળા, તા.કલોલ, જિ. ગાંધીનગર પાસેથી વાહન ડમ્પર નં- AS-02-DC-7903 ના ડમ્પર માલિક દ્વારા બિનઅધિકૃત ૦૯.૯૦ મેં.ટન રોયલ્ટી પાસ કરતા વધુ સાદીરેતી ખનીજ ભરી વહન કરતા પકડાયેલ. 
આમ કુલ ૦૩ વાહનોની આશરે કુલ ૯૦ લાખ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહન વાહનમાલિક વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

Leave a Comment