ભાવનગરમાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પરનો સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળનો ગણેશ પંડાલ ધાર્મિકતા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર શહેરમાં ક્રેસન્ટ સર્કલે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે ખાસ ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલમાં  ભારત દેશની સૈન્ય શક્તિ અને મિસાઈલો થકી પડોશી મુલ્ક પાકિસ્તાની આકાઓના વિવિધ આતંકી ઠેકાણાનો નાશ કરવામાં આવ્યો હતો તે અંગેની જાણકારી તેમજ ભારતીય સૈનિકોએ દર્શાવેલા અદમ્ય સાહસ અને શોર્યની ઝાંખી દર્શાવવામાં આવી છે.

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળે પંડાલ બહાર ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઇ નુકસાન નહીં, યે જીત‌ સિર્ફ સૈના કી નહીં હૈ, બલકી પૂરે દેશવાસીઓ કી હૈ, સંકલ્પ બોલ કે હમતો નિકલ પડે, હર હર દ્વાર ખોલ કે..ગગન કહે વિજય ભવ:, આતંકવાદ  ઔર શાંતિ વાર્તા એક સાથ નહીં ચલતે, પાની ઓર ખૂન એક સાથ નહી બેહતે જેવા વિવિધ બેનર્સના માધ્યમથી સૂત્રો સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ, વિગ કમાન્ડર વ્યોમિકાસિંગ, કર્નલ સોફીયા કુરેશી, રવિશંકર પ્રસાદ, ભૂમિદળ, વાયુદળ અને હવાઈ દળના વડાઓને દર્શાવવામાં આવ્યાં છે.

આમ‌, સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ‌ દ્વારા તૈયાર કરાયેલ આ ગણેશ પંડાલ ધાર્મિકતા અને રાષ્ટ્ર ભક્તિનો સંગમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Related posts

Leave a Comment