હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામા વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામો મુખ્ય મથકો સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે. ગત એક સપ્તાહમાં આવી કુલ પાંચ નવી બસો ફાળવી વિવિધ રૂટ ઉપર દોડતી થતા ડાંગ જિલ્લાની મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી છે. વલસાડ એસટી વિભાગીય કચેરી હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસ ટી ડેપોને મળેલી પાંચ મીડી બસો પૈકી…
Read MoreMonth: August 2025
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલાના અનાજ-શાકભાજી ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે : ખેડૂત લલિતભાઈ ખપેડ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ અંતરિયાળ એવા ભરસડા ગામના રહેવાસી અને પ્રાકૃતિક ખેડૂત લલિતભાઈ કાનજીભાઈ ખપેડ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ હેઠળ યોજાયેલ વિવિધ તાલીમ અને માર્ગદર્શન લઈ છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતી થકી ઋતુ પ્રમાણે અનાજ, કઠોળ, શાકભાજી અને ફૂલોની ખેતી પણ કરે છે. જેમાં તેઓને સારી એવી આવક મળી રહે છે. જેમાં દરેક સિઝન મુજબ જેમ કે,ચોમાસામાં મકાઈ અને ડાંગર, શિયાળામાં ઘઉં અને ચણા, તેમજ વિવિધ શાકભાજી અને ફૂલોની ખેતી કરીને પણ બદલાતી અને મિશ્ર ખેતી કરું…
Read Moreકલેક્ટર કચેરીમાં ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, બોટાદ જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સૂચના અપાઇ. આ બેઠકમાં ઘરથાળના પ્લાટ, દબાણો, વીજળી, માર્ગ નિર્માણ, પાણી પુરવઠા, રેશનશોપ સહિતના વિષયો ઉપર જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત થયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેના જવાબ, નિરાકરણ સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા પાઠવવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન સોલાર રૂફ ટોપ યોજના અંગે એમજીવીસીએલ દ્વારા એક પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સોલાર રૂફ ટોપ યોજનાના ગ્રામીણ કક્ષાએ અમલીકરણ અંગે ફાયદાઓની સમજૂતી આપવામાં આવી હતી.
Read Moreરાજકોટ ખાતે ૭ નવી એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસોને લીલી ઝંડી
હિન્દ ન્યુઝ, રાજકોટ આજે રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદશ્રી પુરુષોતમભાઈ રૂપાલા તથા ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે ૭ નવી એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રાજ્યભરમાં ૧૦૦ એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસો મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે, જેમાંથી ૦૭ બસો રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. 🚩 શાસ્ત્રોક્ત વિધિ સાથે બસનું પૂજન કરવામાં આવ્યું અને મુસાફરો માટે આરામદાયક, સુખાકારીયુક્ત મુસાફરીની નવી શરૂઆત થઈ. આ અવસરે અધિકારીઓ, કર્મચારીઓ તથા અનેક મુસાફરો ઉપસ્થિત રહ્યા. 👉 આ ૭ બસો દ્વારા…
Read Moreસંતો પચ્ચકખાણ આપવાનું અને જૈનસંઘો પૈસા માંગવાનું બંધ કરશે, તો ધર્મસ્થાનોમાં યુવાપેઢીને આવવનું મન થશે : સદગુરુદેવ પારસમુનિ
હિન્દ ન્યુઝ, કાલાવડ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી જગદીશમુનિ મ.સા. સુશિષ્ય પૂજ્ય સદગુરૂદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબે પર્યુષણ મહાપર્વ નાં દ્વિતીય દિવસે ૨૧/૮/૨૫ નાં રોજ શ્રી વણિક જૈન સંઘ કાલાવડ (શિતલા) માં ‘ભીતરથી સુંદર થવાનું છે’ વિષય પર પ્રવચન ફરમાવતા જણાવેલ કે, ભગવાન મહાવીરે બતાવેલ સનાતન મહામાર્ગ ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ છે. ત્યાગભાવ અને વૈરાગ્યભાવ સ્વતંત્રતાથી પ્રગટે, કોઈનાં પર કોઈ વાત કે વિચાર થોપવાથી ન પ્રગટે. વર્તમાન સમયે ધર્મસ્થાનકો અને મંદિરોમાં યુવાનોને લાવવા હોય તો પૈસા માંગવાનું અને પચ્ચકખાણ આપવાનું બંધ કરવું જોઇએ. સંતો પચ્ચકખાણ…
Read Moreકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈને કલેક્ટરએ લગત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ગામતળ બહારના વિસ્તારોમાં વીજ કનેક્શન આપવા બાબતે, કોઝવેના વેરીંગકોટ અને રીપેરીંગ અંગે, નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ અંતર્ગત…
Read Moreકલેકટર કેતન ઠક્કર અને કમિશ્નર ડી.એન. મોદીની અધ્યક્ષતામાં “ગણેશચતુર્થી” તથા “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં “ગણેશચતુર્થી” તથા “નેશનલ સ્પોર્ટ્સ ડે” ને અનુલક્ષીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમીશ્નરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં જામનગર સહીત ૨૯ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા…
Read Moreશાળાકીય રમતોત્સવમા ચીંચલીની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યુ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામા ચાલી રહેલી જિલ્લા કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત SGFI ની કબડ્ડી સ્પર્ધામા ચીંચલી સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સ્પર્ધામા અંડર 14 (ભાઈઓ) ની ટીમે પ્રથમ સ્થાન, અંડર 17 (ભાઈઓ) પ્રથમ સ્થાન, તેમજ અંડર 17 (બહેનો) એ દ્વિતીય સ્થાન, અને અંડર 14 (બહેનો) ની ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંતઅંડર 17 ખો ખો (બહેનો) એ પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ કબડ્ડી SGFI સ્પર્ધામા આ શાળાની અંડર 14…
Read Moreકર્ણાવતી કોન્વેન્ટ સ્કૂલમાં થયેલી હત્યાની ઘટનાને લઈ હિન્દુ સેનાની ખુલી ચેતવણી
હિન્દ ન્યુઝ, જામનગર કર્ણાવતીની ક્રિશ્ચન મિશનરી દ્વારા ચાલતી સેવન્થ ડે સ્કૂલ માં એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીની હત્યા કરી, જેને લઈ સ્કૂલમાં 15,000 થી વધુ લોકો પહોંચી સ્કૂલમાં રજા અપાવી દીધી એટલું જ નહીં આ સ્કૂલના પ્રિન્સિપાલ કે સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ પ્રગટ્યો હતો. અગાઉ પણ મારામારીના બનાવો બન્યા હતા, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ સચોટ કાર્યવાહી ન થતા અને પ્રિન્સિપાલ પર પણ અગાઉ અરજી, ફરિયાદો થયેલી છે, ત્યારે ગુજરાતમાં કોન્વેન્ટ સ્કૂલ ઉપર પ્રતિબંધ મૂકવા અને તેમની શિક્ષણ પદ્ધતિ બંધ કરાવવા હિન્દુ સેનાની ગુજરાત સરકાર…
Read Moreવિશ્વ મચ્છર દિવસ અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા યોજાઈ રેલી
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મચ્છરની ઉત્પત્તિ મચ્છરથી થતા રોગ વિશે જાણકારી આપવા માટે ખાસ અભિયાન અંતર્ગત વિશ્વ મચ્છર દિવસે રેલી યોજવામાં આવી હતી. જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ મચ્છર દિવસ અતર્ગત ગ્રામ વિસ્તારમા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોના સહયોગથી જિલ્લાના ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ અર્બન આરોગ્ય કેન્દ્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ક્ષેત્રીય વિસ્તારોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમ, આશા બહેનો અને અર્બન મેલેરિયા…
Read More