હિન્દ ન્યુઝ, ઈડર નવી દિલ્હી ખાતે 15 ઑગસ્ટના પાવન દિવસે યોજાનાર સ્વાતંત્ર દિવસના રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુર ગામના યુવા લેખિકા શ્વેતા પટેલને ભારત સરકાર દ્વારા “વિશિષ્ટ અતિથિ” તરીકે આમંત્રણ મળ્યું છે. દર વર્ષે દિલ્લીના લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય પર્વમાં સમગ્ર દેશમાંથી ચયનિત ગણનાકીય પ્રતિભાઓને ભારત સરકાર વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કરે છે. આ વર્ષે શિક્ષણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત આયોજનમાં દેશના પ્રતિભા શાળી યુવા લેખકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ઈડર તાલુકાના કમાલપુર ગામના પીએમ યુવા લેખક શ્વેતા પટેલને આમંત્રિત…
Read MoreDay: August 10, 2025
નારી વંદન સપ્તાહ અંતર્ગત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર તારીખ 4 ઓગસ્ટ, 2025 ના રોજ, નારી વંદન સપ્તાહના ભાગ રૂપે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માર્ગદર્શન અપાયું હતું. શ્રીમતી ક્રિષ્નાબેન સોઢાએ મહિલા સ્વાવલંબન વિશે પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે ધ્રુવરાજસિંહ દ્વારા રોજગાર મેળા વિશેની માહિતી આપવામાં આવી હતી. LIC બ્રાન્ચ મેનેજર મનોજભાઈ રાઠોડે કેન્દ્ર સરકારની વીમા સખી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી, અને SBIના ડાયરેક્ટર મેનેજર વિજયસિંહે મહિલાઓ માટે બેંક લોન અને તાલીમ અંગેની વિગતો જણાવી…
Read Moreનર્મદા જિલ્લામાં “સક્ષમ શાળા” એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજપીપલા સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને “સક્ષમ શાળા” એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સહકાર ભવન, એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીની અધ્યક્ષતામાં યોજાયો. સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા 12 પેરામીટર્સમાં 4 સ્ટાર અને 5 સ્ટાર હાંસલ કરનાર 5 જિલ્લા કક્ષાની અને 5 તાલુકા કક્ષાની એવી કુલ 10 શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીએ…
Read More‘હર ઘર તિરંગા’: મોરબી જિલ્લાની શાળાઓમાં રેલી સહિતની પ્રવૃતિઓ હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, મોરબી હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. મોરબી જિલ્લાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો જાહેર માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશભક્તિના નારા તથા તિરંગા સાથે રેલી યોજી લોકોને તિરંગાના તને માન પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને લોકોમાં દેશભક્તિનો માહોલ બનાવી રહ્યા
Read Moreમોરબી જિલ્લાની શાળાઓમાં દેશભક્તિ ની થીમ સાથે રાખી મેકિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં દેશ ભક્તિની થીમ સાથે રાખી મેકિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધાઓ યોજાઈ હતી. દેશના લોકોમાં દેશભક્તિના માહોલને વધુ ઉત્પ્રેરિત કરવા તથા આપણા તિરંગા પ્રત્ય એક વિશેષ જોડાણ ની લાગણી ઉત્પન્ન થાય તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલ વિવિધ આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ જિલ્લાની વિવિધ શાળાઓમાં દેશભક્તિની થીમને કેન્દ્રમાં રાખી રાખડી બનાવવાની સ્પર્ધા, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. જેમાં સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામથી…
Read Moreકાલાવડ શ્રી પ્રભુજી પીપળીયા પ્રા.શા. ખાતે આજે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી
આજે ૧૦ ઑગસ્ટ (૨૦૨૫) ‘વિશ્વ સિંહ દિવસ’ હિન્દ ન્યુઝ, કાલાવડ “વિશ્વ સિંહ દિવસ” નિમિત્તે શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સિંહના માખોટા પહેરી સિંહોનું સંવર્ધન કરી, તેઓનું રક્ષણ અને જતન કરવા અંગે પ્રતિજ્ઞા લેતા બાળકો સિંહ વિષે જાણવા જેવું… • 10 ઓગસ્ટ, 2013થી સિંહોના સરંક્ષણ માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા માલ્ટા સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લીઓ છે. અન્ય નામ સાવજ,…
Read Moreસુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના વર્ષની ઉજવણી
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં છાત્રાલયો, આશ્રમશાળાના નવીન મકાનો, સિંચાઈના વિવિધ કામો, રોડ-રસ્તાઓ અને આવાસો સહિતના કુલ રૂ. 479 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ હેઠળ વર્ષ 2025-26માં કુલ 6.20 લાખથી વધુ લાભાર્થીઓને ₹125.36 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં વિકાસનો ઉજાસ પાથરતા આ…
Read More10 ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસ
હિન્દ ન્યુઝ, પ્રતિ વર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગીર વન્યજીવ અભયારણ્યની મુલાકાત લે છે. ગુજરાત સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે સિંહોની સંખ્યા 891 થઈ છે; ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ, સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે.
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ બરડા વન્યજીવ અભયારણ્ય- ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થનાર છે. ત્યારે મુખ્યમંત્રીનું જામનગર આગમન થતા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા.
Read More