હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ તાલુકામાં કેન્દ્ર નં.૮ દરબારગઢ પ્રા.શાળા (પાળીયાદ), કેન્દ્ર નં-૫૦ કેરીયા નં-૧ પ્રાથમીક શાળા,કેન્દ્ર નં -૬૩ કવિ બોટાદકર પ્રા.શાળા.નં.૩, બોટાદ, કેન્દ્ર નં-૬૮ સુભાષચંદ્ર બોઝ, પ્રા.શાળા.નં.૧૩, બોટાદ, કેન્દ્ર નં -૭૧ રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા. નં.૧૮, બોટાદ ખાતે કેન્દ્ર સંચાલકની ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. ઉપરોક્ત મુજબનાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડતી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે નિયત નમૂનાનું અરજી ફોર્મ પી.એમ.પોષણ યોજના શાખા,મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય), પહેલો માળ, તાલુકા સેવા સદન, બોટાદ ખાતેથી તા.૧૩/૦૮/૨૦૨૫ થી તા.૨૬/૦૮/૨૦૨૫ સુધીમાં કચેરી સમય…
Read MoreDay: August 13, 2025
સભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારશ્રીઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવાં કાર્યક્રમ કરતાં હોય છે. જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને…
Read Moreભાવનગર જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ. ની પ્રોડક્ટ ભાવેણા નેચરલ બ્રાન્ડથી વેચાણ કરવા એમ.ઓ.યુ. કરાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ એફ.પી.ઓ. ના જિલ્લા ની ભાવેણા નેચરલ કોમન બ્રાન્ડ માટે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા હતા. ખાસ કરી ને ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને જિલ્લાની એક બ્રાન્ડ થી વેચાણ થાય એ હેતુ થી જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ.ની કોમન બ્રાન્ડ ભાવેણા નેચરલ બ્રાન્ડ થી વેચાણ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી ભાવનગર ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીની ઉપસ્થિતિમાં ભાવનગર…
Read Moreસ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયાની ઉજવણી
હિન્દ ન્યુઝ, આણંદ મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી પૂર્ણિમા લાકરાએ નિષ્ક્રિય ખાતાઓના ફરીથી કેવાયસી કરવા અંગે ગામ બીસી સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી જન ધન ખાતાઓ અને કેવાયસી અંગે સંદેશ ઓડિયો ક્લિપ વગાડીને આપવામાં આવ્યો હતો. બેંક ઓફ બરોડાના પ્રાદેશિક મેનેજર સુજીતકુમારે સંતૃપ્તિ ઝુંબેશ અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજનાઓની જાણકારી આપી તેના ફાયદાઓ અંગે ગ્રામજનોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ યોજનાઓમાં નોંધણી કરાવવા અપીલ…
Read Moreભાવનગર ખાતે ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી અને DISHA/DAPCU સહયોગથી ‘‘ઈન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ ’’ લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે નેશનલ એઈડ્સ એન્ડ એસ.ટી.ડી. કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી- અમદાવાદ અને DISHA/DAPCU ભાવનગરના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ‘‘ઈન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ ’’ લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો. આ વેળાએ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પી.વી.રેવરના હસ્તે ડીજીટલ લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ડી.ટી.એચ.ઓ. ડૉ. પી. વી. રેવર, સી.ટી. ટી.બી. સેન્ટર મેડીકલ ઓફીસર ડૉ. ભાવેશ વળીયાએ ઈન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ અંગે વિગતવાર જાણકારી પુરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,…
Read Moreવલ્લભીપુરમાં ઘેલો નદી પર આવેલા મેજર બ્રિજ પર ચાલતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર વલ્લભીપુર તાલુકાના બગોદરા-ધંધુકા- બરવાળા- વલ્લભીપુર-ભાવનગર રોડ પર કિમી. ૧૬૨/૮ થી ૧૬૩/૦ વચ્ચે આવેલ ઘેલો નદી પરના મેજર બ્રિજનું સ્ટ્રકચરલ સ્ટેબિલીટી વિઝયુઅલ ઇન્સ્પેકશન કરતાં આ રૂટ પર ચાલતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા અંગે અને વૈકલ્પિક રસ્તા- ડાયવર્ઝન રૂટની વિગતો તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતની વિગતો ધ્યાને લઇ આવતા-જતા ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવા કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભાવનગર દ્વારા દરખાસ્ત રજૂ થયેલ છે. જે અનુસાર જાહેર હિતને ધ્યાનમાં લેતા જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ…
Read Moreજિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ એ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા…
Read Moreસરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
‘વિચારથી વિજય સુધી’ હિન્દન્યુઝ, ગીર સોમનાથ સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાર્ટ-અપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (SUSEC) તથા ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ (IIC), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી“Bridging Ideas to Impact: Strengthening Regional Innovation Ecosystems for Scalable Startups”વિષય પર ઇનોવેશન ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા છગના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન કોઓર્ડિનેટર પ્રો. પ્રિયા મંગે દ્વારા સમગ્ર કાર્યક્રમ સુનિયોજીત રીતે યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઇપીઆર ચેરપર્સન ડૉ. પાર્થે સેજપાલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને બૌદ્ધિક સંપત્તિ હક્કો અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું. શ્રી…
Read Moreશાર્ક માછલીની પ્રજાતિઓને બચાવવા માટે સૌરાષ્ટ્રના બંદરોમાં ટ્રેનિંગ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ-ભારત દ્વારા ભારતીય કૃષિ સંશોધન હેઠળ કાર્યરત મત્સ્ય સંશોધન સંસ્થાઓ સી.એમ.એફ.આર.આઈ અને સી.આઈ.એફ.ટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના મુખ્ય બંદરો વેરાવળ અને પોરબંદર ખાતે શાર્ક સહિત તમામ પ્રજાતિઓનાં બચ્ચાની માછીમારી ઘટાડવાના પ્રયાસોના ભાગ રૂપે વિકસાવવામાં આવનારા ઉપકરણ માટે વેરાવળ નાં ભીડિયામાં આવેલ કેવટ ભુવન ખાતે, માંગરોળ અને પોરબંદરમાં બોટ એસોસિએશન હોલ ખાતે આયોજીત ટ્રેનિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો સહભાગી થયા હતા. વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ-ભારતના મરીન વિભાગના મુરલીધરન અને ડૉ. પ્રવીણ કુમાર દ્વારા ગુજરાતમાં કાર્યરત વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ-ભારતના કામો…
Read More‘‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા”
હિન્દ ન્યુઝ, વલસાડ “કચરામાંથી કલા – સ્વચ્છ ભારત તરફ સર્જનાત્મક પગલું”ને સાકાર કરતું ધરમપુરનું સાયન્સ સેન્ટર, સાત કૃતિ રાષ્ટ્રીય સ્તરે ઝળહળી કેન્દ્ર સરકારના “WASTE TO ART – Reimagining Waste” નામના પ્રકાશનમાં પણ ગુજરાતમાંથી એક માત્ર ધરમપુરના સાયન્સ સેન્ટરની વિશિષ્ટ કૃતિઓને સ્થાન મળ્યું કચરામાં ફેંકી દેવાયેલી વસ્તુઓ, તૂટેલી વસ્તુઓ, જુના ઈલેક્ટ્રોનિક્સ સાધનો અને કચરાના પદાર્થમાંથી શ્રેષ્ઠ કૃતિ બનાવવામાં આવી “ઝાડ નીચે ધ્યાન કરતા સન્યાસી”, “સ્પેસ ક્રાફ્ટ”, “જીપ”, “ટેન્કર”, “રોબોટ”, “મોટરસાઇકલ” અને “હેલીકોપ્ટર” જેવી ધ્યાનાકર્ષક અને કલાત્મક કૃતિઓ તૈયાર કરી “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” થીમ પર સાયન્સ સેન્ટરમાં આયોજિત…
Read More