હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ તાલુકામાં કેન્દ્ર નં.૮ દરબારગઢ પ્રા.શાળા (પાળીયાદ), કેન્દ્ર નં-૫૦ કેરીયા નં-૧ પ્રાથમીક શાળા,કેન્દ્ર નં -૬૩ કવિ બોટાદકર પ્રા.શાળા.નં.૩, બોટાદ, કેન્દ્ર નં-૬૮ સુભાષચંદ્ર બોઝ, પ્રા.શાળા.નં.૧૩, બોટાદ, કેન્દ્ર નં -૭૧ રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા. નં.૧૮, બોટાદ ખાતે કેન્દ્ર સંચાલકની ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે.
ઉપરોક્ત મુજબનાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડતી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે નિયત નમૂનાનું અરજી ફોર્મ પી.એમ.પોષણ યોજના શાખા,મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય), પહેલો માળ, તાલુકા સેવા સદન, બોટાદ ખાતેથી તા.૧૩/૦૮/૨૦૨૫ થી તા.૨૬/૦૮/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાનાં દિવસો સિવાય વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ સ્વીકારવામાં આવશે. તા.૨૬/૦૮/૨૦૨૫ના રોજ કચેરી સમય બાદ કોઇપણ અરજીપત્ર સ્વીકારવામાં આવશે નહીં.
ઉપરોક્ત ભરવાની થતી જગ્યા માટે લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની નક્કી કરવામાં આવી છે તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ કે તેથી વધુની રહેશે. સરકારશ્રીનાં તા.૦૩/૧૦/૨૦૧૬નાં ઠરાવ ક્રમાંક-મભય/૧૦૨૦૧૬/૪૧૫૧૪૧/આર મુજબ નક્કી કરવામાં આવેલ અગ્રતા ક્રમ મુજબ નિમણૂક આપવામાં આવશે તેમ મામલતદાર, બોટાદ(ગ્રામ્ય) દ્વારા જણાવાયું છે
