ભાવનગર ખાતે ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી અને DISHA/DAPCU સહયોગથી ‘‘ઈન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ ’’ લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ભાવનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે નેશનલ એઈડ્સ એન્ડ એસ.ટી.ડી. કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી- અમદાવાદ અને DISHA/DAPCU ભાવનગરના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ‘‘ઈન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ ’’ લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો.

આ વેળાએ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પી.વી.રેવરના હસ્તે ડીજીટલ લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં ડી.ટી.એચ.ઓ. ડૉ. પી. વી. રેવર, સી.ટી. ટી.બી. સેન્ટર મેડીકલ ઓફીસર ડૉ. ભાવેશ વળીયાએ ઈન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૫ અંગે વિગતવાર જાણકારી પુરી પાડી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેમ્પેઈન નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના આયોજન હેઠળ ભાવનગર જિલ્લામાં તારીખ ૧૨મી ઓગસ્ટ ૨૦૨૫ થી ૨ મહિના સુધી ગ્રામ્ય અને શહેરી કક્ષાએ જાતીય રોગથી બચવા માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડૉ. આનંદ ગોસ્વામી, DISHA/DAPCUના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પેઈનના લોન્ચીંગ કાર્યક્રમને સફળ બનાવવામાં દિશા / ડાપ્કુમાંથી તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા ઝહેમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment