હિન્દ ન્યુઝ, વલસાડ
“કચરામાંથી કલા – સ્વચ્છ ભારત તરફ સર્જનાત્મક પગલું”ને સાકાર કરતું ધરમપુરનું સાયન્સ સેન્ટર, સાત કૃતિ રાષ્ટ્રીય સ્તરે ઝળહળી
કેન્દ્ર સરકારના “WASTE TO ART – Reimagining Waste” નામના પ્રકાશનમાં પણ ગુજરાતમાંથી એક માત્ર ધરમપુરના સાયન્સ સેન્ટરની વિશિષ્ટ કૃતિઓને સ્થાન મળ્યું
કચરામાં ફેંકી દેવાયેલી વસ્તુઓ, તૂટેલી વસ્તુઓ, જુના ઈલેક્ટ્રોનિક્સ સાધનો અને કચરાના પદાર્થમાંથી શ્રેષ્ઠ કૃતિ બનાવવામાં આવી
“ઝાડ નીચે ધ્યાન કરતા સન્યાસી”, “સ્પેસ ક્રાફ્ટ”, “જીપ”, “ટેન્કર”, “રોબોટ”, “મોટરસાઇકલ” અને “હેલીકોપ્ટર” જેવી ધ્યાનાકર્ષક અને કલાત્મક કૃતિઓ તૈયાર કરી
“હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” થીમ પર સાયન્સ સેન્ટરમાં આયોજિત વિશેષ પ્રદર્શન સ્વચ્છતાનો પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે
