ભાવનગરમાં જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત કલા મહાકુભ જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધાનો પ્રારંભ જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.  આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ અને ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ અંતર્ગત જિલ્લાકક્ષાની રાસ, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય, કથક, ભરતનાટ્યમ, સર્જનાત્મક કારીગરી, સમૂહગીત, લગ્નગીત, કાવ્ય લેખન, નિબંધ લેખન, ગઝલ, શાયરી, વકૃત્વ…

Read More

ભાદરવી અમાસ નિમિતે કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મંદિરનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર પહેલાં દરીયામાં સ્નાન ન કરવાં અંગે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર       આગામી તા.૨૨, ૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન તાબાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મોટો મેળો ભરાય છે.  આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ફુલ (અસ્થિ) ૫ધરાવવા તથા દરિયા સ્નાન કરવા માટે આવે છે. આ દરીયામાં નિષ્કલંક મહાદેવનાં ઓટા પાસે જમણી બાજુમાં પાણીમાં ગંભીર વમળ હોય છે, જેના લીધે સને-૧૯૭૭ માં ૧૭ માણસોનાં ડુબી જવાથી મૃત્યુ થયેલ છે.  જેથી આ વર્ષે દરીયામાં સ્નાન કરવા માટે લોકો દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર…

Read More

પ્રાદેશિક કમિશનર દ્વારા વલ્લભીપુર-તળાજા નગરપાલિકાની મુલાકાત: વિકાસ કાર્યો અને સ્વચ્છતા અંગે સૂચનાઓ આપી 

હિન્દ ન્યુઝ, ભાવનગર   ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ધવલ પંડ્યા દ્વારા ભાવનગર જિલ્લાની વલ્લભીપુર અને તળાજા નગરપાલિકાઓની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમિયાન વલ્લભીપુર અને તળાજા ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા અને દૈનિક સમાચાર પત્રોમાં આવેલ ફરિયાદોના અનુસંધાને સાઇટ વિઝિટ કરવામાં આવી હતી.  વલ્લભીપુર નગરપાલિકા ખાતે જાહેર શૌચાલય પાસે અવારનવાર ગંદકીના પ્રશ્ને સ્થળ મુલાકાત લઈ શૌચાલયની મરામત કરાવવા અને ત્યાંથી બગાડ થતા પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને નગરપાલિકાના આયોજન હેઠળના કોમ્યુનિટી હોલ પાસે નવીન શૌચાલય બનાવવા અને શહેરમાં અન્ય સ્થળે શૌચાલય બનાવવા જગ્યા શોધીને આયોજન કરવા સૂચના આપવામાં…

Read More

બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા તા. ૧ સપ્ટેમ્બર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ને તા.૧૮ ઓગસ્ટ થી તા.૧ સપ્ટેમ્બર સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.  જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા આઈ- ખેડૂત પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ અરજીમા જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ…

Read More

ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, આણંદ    નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે બે દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણની મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કિચન કેનીગ યોજના હેઠળ કુલ ૩૩ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂ. ૨૫૦/- સ્ટાઈપેંડ સાથે વિવિધ વાનગીઓ બનાવટ શીખવવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓએ ગુલાબનો શરબત,પપૈયા જામ, કેળાના છાલની સેવ, ટામેટાની ચટણી, ટામેટા કેચપ, અને બટાટાની જલેબી જેવી વિવિધ બનાવટો બનાવી હતી. બાગાયત અધિકારી ડૉ. હિતેષ ઠાકરીયાએ જ્ણાવ્યુ કે આ યોજનાનો હેતુ મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી…

Read More

શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા SMCના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે

હિન્દ ન્યુઝ, આણંદ      શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC)ના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’-RTE ની જોગવાઇ મુજબ SMCની રચના કરવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવાનો છે. દરેક સરકારી શાળામાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. તેનો હેતુ શાળાના સંચાલનને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવાનો છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ સમિતિઓની દર બે વર્ષે પુનઃરચના કરવામાં આવતી હોય છે. શાળા વ્યવસ્થાપન…

Read More

વડોદરામાં તા.૨૭ ઓગસ્ટ થી વાયુસેનામાં અગ્નિવીરની ભરતી પ્રક્રિયા યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ       ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશના અપરણીત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.     આ ભરતી રેલી વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે. ભરતી રેલી તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે પાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં ૨૭ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન અપરણીત પુરુષ ઉમેદવારોની તેમજ ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન અપરણીત મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજાશે.      આ ભરતી માટે ઉમેદવાર અપરણીત હોવો જરૂરી છે તથા તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી…

Read More

ભાવનગરમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુરૂવારે ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર તા.૨૧મી ઓગસ્ટ,૨૦૨૫ને ગુરુવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં ગુણવત્તા એક્ઝિક્યુટિવ, ક્વોલીટી કટ્રોલ, માર્કેટિંગ, આઈ.ટી વિભાગ, સિનિયર એન્જીનીંયર, સેલ્સ એક્ઝિક્યુટિવ જગ્યા ભરવાની છે. જેમાં બી.એસ.સી કેમેસ્ટ્રી/ માઈક્રો બાયોલોજીકલ, એમ.સે.સી કેમેસ્ટ્રી/માઈક્રો બાયોલોજી, એમ.એસ.સી કોમ્યુટર/આઈ.ટી, એમ.બી.એ, એમ.સી.એ, બી.ઈ ઈલેક્ટ્રીકલ, અને પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત…

Read More

ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.  શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા નશા મુક્તિ અંગે શું કરી શકાય અને વિદ્યાર્થી અવસ્થામાં લોક જાગૃતિ લાવવા કેવા પગલાં લેવા તેના માટે માસૂમ એનજીઓમાંથી શ્રી દર્શન પાઠક વક્તા તરીકે ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું.  દર્શનભાઈએ જણાવ્યું હતું કે આજે દેશ અને દુનિયામાં નશો કરનારા લોકો વધી રહ્યા છે તેમજ નશા દ્વારા વિવિધ જીવલેણ રોગોનો સામનો કરી રહ્યા છે આથી…

Read More

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર         આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર-ર૦ર૫ ના માસ દરમ્યાન તા.૨૨-૨૩/૦૮/૨૦૨૫ ના ભાદરવી અમાસ મેળા, તા. ૨૪/૦૮/૨૦૨૫ ના રામદેવપીર નવરાત્રિ પ્રારંભ, તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૫/૦૯/૨૦૨૫ શ્રી ગણપતિ ઉત્સવ, તા. ૨૦/૦૮/ર૦ર૫ થી તા.૨૮/૦૮/૨૦૨૫ ના જૈન પર્યુષણ, તા. ૨૮/૦૮/૨૦૨૫ ના જૈન સંવત્સરી, તા. ૨૯/૦૮/૨૦૨૫ ના બલરામ જયંતિ, તા. ૦૭/૦૯/૨૦૨૫ થી મહાલય શ્રાધ્ધ પ્રારંભ, તા. ૦૯/૦૯/૨૦૨૫ ના અંબાજી મેળો તથા તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ રેંટિયા બારશ વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય…

Read More