ભાદરવી અમાસ નિમિતે કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મંદિરનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર પહેલાં દરીયામાં સ્નાન ન કરવાં અંગે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  

    આગામી તા.૨૨, ૨૩/૦૮/૨૦૨૫ નાં રોજ ભાદરવી અમાસ નિમિતે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન તાબાનાં કોળીયાક ગામ પાસે આવેલ દરીયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મોટો મેળો ભરાય છે. 

આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ફુલ (અસ્થિ) ૫ધરાવવા તથા દરિયા સ્નાન કરવા માટે આવે છે. આ દરીયામાં નિષ્કલંક મહાદેવનાં ઓટા પાસે જમણી બાજુમાં પાણીમાં ગંભીર વમળ હોય છે, જેના લીધે સને-૧૯૭૭ માં ૧૭ માણસોનાં ડુબી જવાથી મૃત્યુ થયેલ છે. 

જેથી આ વર્ષે દરીયામાં સ્નાન કરવા માટે લોકો દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે ત્યાર પહેલાં દરીયામાં સ્નાન કરવા ન જાય તે અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૨/૦૮/૨૦૨૫ તથા તા.૨૩/૦૮/૨૦૨૫ દિન-૨ માટે પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતા જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(એસ) અંન્વયે મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આગામી તા.૨૨/૦૮/૨૦૨૫ તથા તા.૨૩/૦૮/૨૦૨૫ બંને દિવસોએ કોળીયાક, તા.જિ.ભાવનગરનાં નિષ્કલંક મહાદેવના દરીયામાં, દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં સ્થાનકથી ઉતરીને આગળ જતુ રહે ત્યાર પહેલા દરીયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરનાં અધિકારીને અધિકાર રહેશે.

Related posts

Leave a Comment