ડુંગરાસણ પરણિત મહિલા ના હત્યા કેસ માં પોલીસ ને સફળતા મળી

હિન્દ ન્યુઝ, દિયોદર

કાંકરેજ ના ડુંગરાસણ ગામ ની 10 દિવસ થી ગુમ મહિલા ની લાશ મંગળવારે દિયોદર ના ગોદા પાસે પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ ના સાયફન માં કોથળા માં ઈંટોમાં બાંધેલી હાલત માં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં પોલીસે એલ.સી.બી. ની મદદ લઇ બે આરોપી ને ઝડપી પાડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધી છે.

કાંકરેજ તાલુકા ના ડુંગરાસણ ગામે રહેતી પરણિત મહિલા પૂજા ઠાકોર ની હત્યા કરેલ લાશ દિયોદર તાલુકા ના ગોદા મેસરા નર્મદા કેનાલ માંથી મળી આવી હતી. જે બાબતે દિયોદર પોલીસ મથક ખાતે 302 મુજબ હત્યા નો ગુન્હો નોંધાયો હતો. જે અંગે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરી અને દિયોદર પી એસ.આઈ.એસ જે પરમાર તેમજ જિલ્લા એલ.સી.બી. પોલીસ સ્ટાફ ની મદદ લઇ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે તેરવાડા ગામ ના મહેન્દ્રજી મગનજી ઠાકોર ની અટકાયત કરી હતી અને સઘન પૂછ પરછ કરતા આરોપી મહેન્દ્રજી ઠાકોરે પૂજા ઠાકોર ને ગળે ટૂંપો આપી હત્યા કરી કુટુંબી કાકા ના દીકરા ની મદદ લઇ લાશ ને કોથળા માં ભરી દઈ ઈંટો ભરી લાશ ને કેનાલ માં ફેંકી દીધી હતી. જે હત્યા કેસ માં પોલીસે હત્યા કેસ માં મદદ કરનાર જેણાજી હીરાજી ઠાકોર ની પણ અટકાયત કરી હતી અને સદર અનડીટેકટ મર્ડર કેસ માં પોલીસ ને સફળતા મળી છે.

આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક એ જણાવેલ કે સદર અનડીટેકટ મર્ડર કેસ માં પોલીસે બે આરોપી ની અટકાયત કરી છે. જેમાં પરણિત મૃતક પૂજા ઠાકોર ને તારીખ 3 /1/2021 ના રોજ થરા ખાતે બોલાવી બાઇક પર ઓગડજી ની થળી માં બાવળો ની ઝાડી માં લઇ જઇ મોબાઈલ બાબતે બોલાચાલી થતા તેના પ્રેમી એ ગળેટૂંપો આપી હત્યા કરી હતી અને લાશ ને કેનાલ માં ફેંકી દીધી હતી. જે કેસ માં બે આરોપી ની અટકાયત કરી છે અને હત્યા કેસ નો ભેદ ઉકેલી દીધો છે.

મૃતક પૂજા ઠાકોર એક મહિના પહેલા તેરવાડા ગામે તેના પતિ સાથે મજૂરી માટે આવતા તેરવાડા ગામ માં મહેન્દ્રજી ઠાકોર સાથે મિત્રતા થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા થતા આરોપી એ પૂજા ઠાકોર ને મળવા માટે થરા બોલાવી હતી.

હત્યા કેસ માં સહુ પ્રથમ દિયોદર પોલીસે મૃતક પૂજા ઠાકોર ના પતિ અને એક શકમંદ યુવક સામે પોલીસે હત્યા નો ગુન્હો નોંધાયો હતો. જો કે સમગ્ર પ્રકરણ માં પોલીસે સાચી દિશા માં તપાસ કરી સત્ય હકીકત બહાર લાવતા આખરે નિર્દોષ પતિ અને શકમંદ યુવક નો છુટકારો થયો હતો. જેમાં પરિવારજનો એ પણ પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.

એહવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment