નખત્રાણા નાયબ કલેકટર કચેરી એ આવેદન પત્ર આપવા માં આવ્યું

હિન્દ ન્યુઝ, કચ્છ

તા. 15.01.2021 ના રોજ નખત્રાણા નાયબ કલેકટર કચેરી એ આવેદન પત્ર આપવા માં આવ્યું. જેમાં પાવરગ્રીડ દ્વારા બેરું ગામ ના સીમાડા માં આડેધણ વીજલાઇન નો કામ કરવા માં આવેલ છે. જે કોઈપણ ગ્રામજનો ને જાન કર્યા વિના નો ધાકધમકી વાળું કૃત્ય છે. અને સાથે દેશલપર ગુતલી માં મોર નું રહેણાંક હોવા છતાં ત્યાં વીજલાઈનો કાઢવા માં આવે છે. એના લીધે રાષ્ટ્રીય પક્ષી મોર ના મૃત્યુ થઈ રહ્યા છે. તો આ લાઈન ને પણ અહીં થી ખસેડી અને આ વિસ્તાર ને આ કામ માટે અનામત રાખવા માં આવે એવી અપીલ કરવા માં આવી. આ બને મુદ્દા ને લઇ ને નાયબ કલેકટર ને ઉગ્ર રજુઆત કરવા મા આવી.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના નરેશ મહેશ્વરી એ નખત્રાણા ના બેરું અને દેસલપર (ગુંતલી) ના સીમાળામાં આડેધડ કામ કરતી કંપનીઓ દ્વારા ખેડૂતો સામે દાદાગીરી કરી વિજપોલ, વિજલાઈન અને વીંડફાર્મ ઉભા કરતા અનેક રાષ્ટ્રીય પક્ષીઓ, વન્યજીવો, વૃક્ષોના નિકંદન કાઢવા બાબતે પ્રાંત અધિકારી નખત્રાણા ને ધારદાર રજુઆત.

આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની સમગ્ર ટીમ બેરું ગ્રામજનો અને ગુતલી ગ્રામજનો અને સાથે પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા.

રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Related posts

Leave a Comment