ઈણાજ વેકસીન સ્ટોર માંથી રસીકરણ કેન્દ્ર ખાતે વેકસીન લઈ જતા વાહનને લીલીઝંડી આપતા કલેકટર અજયપ્રકાશ

સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોવિડશિલ્ડ વેકસીનના ૨૦૦ અને ડોળાસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૫૦ ડોઝ રવાના

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

તા.૧૫, કોરોનાને હરાવવા દેશમાં કોરોના પ્રતિરોધક રસી કોવિડશિલ્ડ આવવાની સાથે તા.૧૬ જાન્યુઆરીથી કોરોના વોરિર્યસ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. દેશની સાથો સાથ આવતીકાલે ગુજરાત સહિત ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓને કોવિડશિલ્ડ વેકસીન આપવામાં આવશે.

ગીર સોમનાથ જિલ્લામાં કોવિડશિલ્ડનો ૭૪૮૦ ડોઝનો જથ્થો આવી પહોચ્યો છે. જિલ્લા પંચાયત ઈણાજ ખાતે વેકસીન સ્ટોરેજ સ્ટોરમાં રાખવામાં આવેલ છે. ત્યાંથી જિલ્લામાં મોકલવામાં આવશે. વેકસીનના ડોઝ લઈ જતા વાહનને આજે કલેકટર અજયપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે લીલીઝંડી આપી હતી. વેકસીન વાહન મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડશિલ્ડ વેકસીનના ૨૦૦ અને ડોળાસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૫૦ ડોઝ રવાના કરવામાં આવ્યા છે. તા.૧૬ જાન્યુઆરીના રોજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને કોવિડશિલ્ડ વેકસીનનું રસીકરણ કરવામાં આવશે.

કલેકટર અજયપ્રકાશે લોકોને સંદેશ આપતા કહ્યું હતું કે, આ કોવિડશિલ્ડ રસી સંપુર્ણ સુરક્ષિત અને અસરકારક છે. ગીર સોમનાથ જિલ્લાના લોકોને કોરોના વેકસીન તબક્કાવાર આપવામાં આવશે. આર.સી.એચ.ઓ. ડો.ડી.કે.ગૌસ્વામીએ કહ્યું હતું કે, વેકસીન લીધા બાદ સરકાર દ્રારા આપવામાં આવતી કોરોના સંદર્ભેની ગાઈડ લાઈનનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ તકે ડો.બામરોટીયા, ડો.નિમાવત અને આરોગ્ય શાખાના કર્મચારીઓ સહભાગી થયા હતા.

Related posts

Leave a Comment