દિયોદર ખાતે ‘તું કેમ મારા પિતા ને અપશબ્દ બોલે છે, તેમ કહી ત્રણ લોકો પર હીંચકારો હુમલો, સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયા

હિન્દ ન્યુઝ, દિયોદર

 

દિયોદર શિહોરી ત્રણ રસ્તા પર તું કેમ મારા પિતા ને ગાળો બોલે છે. તેમ કહી ત્રણ લોકો પર હુમલો કરતા ઇજા ગ્રસ્ત 3 લોકો ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે અંગે દિયોદર પોલીસ મથક ખાતે 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર આયોધ્યા નગર સોસાયટી ખાતે રહેતા અનિલ રાઠોડ ઉતરાયણ ના દિવસે શિહોરી ત્રણ રસ્તા પર પોતાનું એક્ટિવા લઈ પસાર થઈ રહ્યા હતા, તે સમય દિયોદર ખાતે રહેતા જગદીશભાઈ માનસુંગભાઈ ઠાકોર, ગોવિંદભાઈ માનસુંગભાઈ ઠાકોર, માનસુંગભાઈ રમાજી ઠાકોર ત્રણ ઈસમો હાથ માં લાકડી અને લોખડ ની પાઇપ લઈ ઉભા હતા. જેમાં અનિલ રાઠોડ નું એક્ટિવા રોકાવી ‘તું કેમ મારા પિતા ને ગાળો બોલે છે’ તેમ કહી અનિલ રાઠોડ પર હુમલો કર્યો હતો. જેમાં અનિલ રાઠોડ ને બચાવવા વચ્ચે પડતા અન્ય બે લોકો ને પણ માર મારતા ત્રણ ઇજા ગ્રસ્ત લોકો ને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા દિયોદર પોલીસ મથક ખાતે 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જે અંગે આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment