વી.કે.વાઘેલા હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ ખાતે વિધાર્થી અભ્યાસ અર્થ આવ્યા
હિન્દ ન્યૂઝ, દિયોદર
કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સાવચેતી ના ભાગરૂપે શાળા કોલેજો ને બંધ કરી દેવામાં આવી હતી અને છેલ્લા 10 મહિના થી ફકત ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો. જેમાં સરકાર દ્વારા 11 જાન્યુઆરી થી રાજ્ય માં ધોરણ 10 -12 શાળા શરૂ કરવાની જાહેરાત કરતા આજે ફરી ઘણા સમય બાદ અનલોક હવે ખરી કસોટી શરૂ થઈ છે. પ્રથમ દિવસે દિયોદર વી.કે.વાઘેલા હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ તેમજ અન્ય શાળા માં માસ્ક સાથે વિધાર્થીઓ શાળા એ પોહચ્યા હતા.

શાળા ના સંચાલકો દ્વારા દરેક વિધાર્થીઓ ને સોશિયલ ડિસ્ટન્સ રાખી પ્રાર્થના કરાવી, માસ્ક અને સેનેટાઈઝર કરી શાળા માં પ્રવેશ આપ્યો હતો. આજે પ્રથમ દિવસે 40% વિધાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા. જેમાં દરેક શાળા માં દરેક વર્ગ ખંડ ને પહેલા સેનેટાઈઝર કરી વિધાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને દરેક વિધાર્થીઓ ને કોરોના વાઇરસ વિશે માહિતી ગાર કરાયા હતા.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

