હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર તા.૨૧મી ઓગસ્ટ,૨૦૨૫ને ગુરુવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં ગુણવત્તા એક્ઝિક્યુટિવ, ક્વોલીટી કટ્રોલ, માર્કેટિંગ, આઈ.ટી વિભાગ, સિનિયર એન્જીનીંયર, સેલ્સ એક્ઝિક્યુટિવ જગ્યા ભરવાની છે. જેમાં બી.એસ.સી કેમેસ્ટ્રી/ માઈક્રો બાયોલોજીકલ, એમ.સે.સી કેમેસ્ટ્રી/માઈક્રો બાયોલોજી, એમ.એસ.સી કોમ્યુટર/આઈ.ટી, એમ.બી.એ, એમ.સી.એ, બી.ઈ ઈલેક્ટ્રીકલ, અને પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું.તેમ યુનિવર્સિટી રોજગાર કેન્દ્રના નાયબવડાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
