ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. 

શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા નશા મુક્તિ અંગે શું કરી શકાય અને વિદ્યાર્થી અવસ્થામાં લોક જાગૃતિ લાવવા કેવા પગલાં લેવા તેના માટે માસૂમ એનજીઓમાંથી શ્રી દર્શન પાઠક વક્તા તરીકે ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. 

દર્શનભાઈએ જણાવ્યું હતું કે આજે દેશ અને દુનિયામાં નશો કરનારા લોકો વધી રહ્યા છે તેમજ નશા દ્વારા વિવિધ જીવલેણ રોગોનો સામનો કરી રહ્યા છે આથી પરિવાર અને કુટુંબમાં આર્થિક તંગી ઉભી થાય છે તેના લીધે પરિવારમાં આપઘાત કે દેવાદારની સ્થિતિ નિર્માણ પામે છે. વક્તવ્યના અંતે દરેકે શપથ લીધા હતા કે અમે સૌ નશા મુક્ત ભારત માટે પ્રતિબદ્ધ છીએ. કાર્યક્રમનું આયોજન એન. એસ. એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જિતેન્દ્ર મકવાણા અને ડૉ. ધવલકુમાર ચૌધરીએ કર્યું હતું. ઇન. આચાર્ય ડૉ. ચંદ્રિકાબેને સોલંકીએ પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાતમાં નશા મુકત ગુજરાત કેવી રીતે બને તેની વાત કરી હતી.

Related posts

Leave a Comment