હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ
દુનિયાભરમાં ફાટી નીકળે કોવિડ ૧૯ ની મહામારી બાદ ભારત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર દેશમાં રેલવે સેવા સદંતર બંધ કરી દેવામાં આવેલ હતી. હાલમાં સરકાર તરફથી અર્થતંત્ર ને વેગવંતુ બનાવવા અને લોકોની પરિસ્થિતિ અનુકૂળ ધણી બાબતો જેમકે વેપાર રોજગાર ઉધોગો સ્કુલો ચુંટણી પ્રક્રિયા લગ્ન પ્રસંગ ધાર્મિક ક્રિયામા છુટછાટ આપી છે ત્યારે તેમાં વધારે મદદરૂપ થવા દેશભરને જોડતી સસ્તી સારી અને વ્યાપક પ્રમાણમાં દેશ આખા મા ફેલાયેલી રેલવે સેવા જે હાલમાં ધણા ક્ષેત્રમાં પુનઃ ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ રેલવે તંત્ર દ્વારા હંમેશા માટે આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. હાલમાં ફક્ત સેન્ટ્રલ રેલવે ડિવિઝન દ્વારા એક જબલપુર ટેન સેવા સિવાય હજુ સુધી આ વિસ્તાર ને કોઈ ટેરેન ચાલુ કરવામાં આવેલ નથી. તેમાં પણ ખાસ કરીને વેસ્ટન રેલવે ડિવિઝન દ્વારા બંધ કરવામાં આવે કોઈપણ જાતની ટેરેન સેવા ફરી શરૂ કરવામાં આવેલ નથી. આજરોજ કોંગ્રેસના આગેવાનો દિનેશભાઈ રાયઠઠા ફારૂક મલિક પેરેડાઇઝ અફઝલ પંજા, રાજુભાઈ કાનાબાર, અમઝદ ભાઈ પંજા, મહેમુદ ભાઇ કામરા, દાનીશભાઇ ચાચીયા, ધર્મેન્દ્ર ભાઈ મેર, હાર્દિક ભાઇ કાનાબાર, નિલેશભાઈ પોપટ, હાજીભાઇ, નિલેશ પોપટ, પંકજભાઈ શર્મા, રીઝવવાના બેન તેમજ અન્ય આગેવાનો દ્વારા આ પડતી હાડમારી નૈ દુર કરી ભારત સરકાર ના કેન્દ્રીય રેલવે કેબિનેટ મંત્રી પિયુષ ગોયલજી ને આ વિસ્તાર ની બંધ કરવામાં આવેલ દરેક લાંબા તેમજ ટુંકા અંતરની ટ્રેનો ને ફરી કાર્યરત કરવા માગણી કરતું આવેદનપત્ર વેરાવળ રેલવે સ્ટેશન મેનેજર ત્રિવેદી ના માધ્યમથી પહોંચાડવામાં આવેલ. આ પ્રસંગે રેલવે સત્તાવાળાઓ તરફથી ખાનભાઈ તેમજ અન્ય એ આ પ્રત્યક રજુઆતો માટે ધટતુ કરવા અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવેલ દરેક રેલવે સેવા સંપૂર્ણ રીતે ચાલું કરવાની અને આ રજુઆતને ઉચ્ચકક્ષા સુધી પહોંચાડવાની બાંહેધરી આપેલ.
રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ