સોમનાથ મંદિર નો આજે 74′ મો સંકલ્પ દિન વિશેષ રીતે ઉજવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથ આવેલ, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈએ સરદાર નું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓએ સોમનાથ મંદિરનાં પુનઃ નિર્માણના સંકલ્પ સમુદ્ર જળ હાથમાં લઈને કરેલ. આજરોજ આ સંકલ્પને ૭૩ વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધાર ના સંકલ્પને નિહાળવા જીવિત ના રહ્યાં પણ આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર ની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે. આજરોજ શ્રી સોમનાથ મંદિર સંકલ્પ દિવસ નિમિતે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવ્યું. ત્યારબાદ સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી જેમાં તિર્થપુરોહિતો શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળા નુ આયોજન કરવામાં આવશે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment